19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સુરતમાં ગરીબોનું અનાજ બહાર સગેવગે કરવાનું કોભાંડ ઝડ્પાયું

  • સુરતમાં ગરીબોનું અનાજ બહાર સગેવગે કરવાનું કોભાંડ ઝડ્પાયું
  • જાગૃત નાગરીકો દ્વારા અનાજ ભરી રહી જઈ રહેલા ટેમ્પાને ઝડપી પાડાયો
  • પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • ટેમ્પોમાં પુણા પુરવઠા ઝોનની દુકાન નંબર વી-૧નું અનાજ હોવાનું સામે આવ્યું

સુરતમાં ગરીબોનાં હક્કનું સસ્તું અનાજ બારોબાર વેચી નાખવાનું કોભાંડ ઝડ્પાયું છે. સુરતના કાપોદ્ર ખાતે આવેલી દુકાન નંબર વી-૧ નંબરની દુકાનનાં માલિક ગતરોજ સરકારી અનાજ ટેમ્પામાં ભરી બહાર વેચવા જાય તે પહેલા જ એક જાગૃત નાગરીકનાં હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં સસ્તા અનાજની સરકારી દુકાનના પરવાનેદારની મનમાની વારેવારે સામે આવતી રહે છે. ગરીબોનું અનાજ ગ્રાહકોને ઓછું આપી ગ્રાહકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. આવા અનેકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે.તેવીજ એક ઘટના  ફરીથી સુરતનાં કાપોદ્રા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ નાના વરાછાનાં ઢાળ ખાતે આવેલી સસ્તા અનાજની સરકારી દુકાન વી-૧ નાં દુકાનદાર હીરાલાલ કાલુરામ શાહની દુકાનમાંથી ગરીબોનાં હક્કનું અનાજ બારોબાર વેચવાનું કોભાંડ ચાલી રહ્યું હતું.. વહેલી સવારે ટેમ્પામાં સરકારી અનાજની બોરીઓ બદલી બીજી બોરીઓમાં અનાજ ભરી ટેમ્પામાં નાખી અનાજ વેચવા જાય તે પહેલા જ એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી જતા ટેમ્પો રોકાવી પૂછપરછ કરતા શંકા જતા પોલીસને જાણ કરાતા કાપોદ્રા પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ કરતા માલ સરકારી હોવાનું માલુમ પડતા બે શકશોની અટકાયત કરી ટેમ્પામાં રહેલી ૩૩ જેટલી બોરીઓ સાથે ટેમ્પાને જપ્ત કરાયો હતો.. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દુકાનદારનો પુત્ર હિમત જે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહિયાં સવાલ એ ઉદભવે છે કે આમ આદમી પાર્ટી તો ગરીબો ને પોતાના હક્કનું અનાજ અપાવવા માટે ગલીગલી ફરી લોકોને સમજાવી રહી છે. તેવામાં તેમનાં જ આવા કાર્યકર્તા દ્વારા ગરીબોનાં હક્કનું અનાજ બારોબાર વેચી ગરીબો સાથે અન્યાય કરાતો હોવાનું સામે આવ્યું છે.. આ ઘટનાને લઇ મામલતદાર સહીતને ફરિયાદ કરવામાં આવી છે.. હાલ આ દુકાનદાર અને તેમના પુત્ર પર કેવા પ્રકારની કાર્યવાહી થાય તે જોવું રહ્યું.

કેમેરામેન નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: