26 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

સુરતમા માનવતા નેવે મૂકી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી ઝડપાઇ

  • ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત એસઓજીએ કર્યો પર્દાફાશ
  • કોરોનાના કપરા સમયનો લોકો ખોટી રીતે ઉઠાવી રહ્યા છે લાભ
  • માનવતા નેવે મૂકી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની લોકો કરી રહ્યા છે કાળાબજારી
  • કોરોનામાં અંતિમ સ્ટેજ પર સારવાર લઇ રહેલા દર્દી માટે વપરાય છે ઈન્જેકશન
  • સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ પિતા સાથે મળી કરતી હતી કાળાબજારી
  • 2.70 લાખમાં ઇન્જેક્શન વેચ્યું અને પોલીસે બે ઇસમોની કરી ધરપકડ
  • જોકે ઇન્જેક્શનની કાળાબજારી કરતી નર્સ હેતલ કથીરીયા ભાગી છૂટી
  • પોલીસે બે આરોપીની ધરપકડ કરી નર્સની શોધખોળ હાથ ધરી

કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો.જેથી ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો અને બે ઇસમોની ધરપકડ કરવામાં આવી

સુરતમાં જે રીતે કાળા બજારી સતત સામે આવી રહિ છે એક બાજુ લોકો જીવન મરણ સામે લડી રહ્યા ત્યારે લોકો પોતાના સ્વાર્થ માટે કાળાબજારી હજુ પણ કરી રહ્યા છે ત્યારે સુરતના એક વ્યક્તિએ શનિવારે બપોરે સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાનોં કોન્ટેકટ કરી ઇન્જેક્શ માટે વાત કરી અને બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. ઈન્જેકશનની ડિલીવરી માટે તેના પિતા રસિક કથિરિયાને મોકલ્યાં હતા. રોકડા 2.70 લાખ રૂપિયા વ્યક્તિએ આપતાં એક ટોસિલિઝુમેબ અપાયું હતું. આ લેતીદેતી વખતે જ પોલીસે પિતાની ધરપકડ કરી હતી. અને સાગરિત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. જ્યારે નર્સની શોધખોળ ચાલુ છે. આ ઈન્જેકશન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ વિભાગની મદદ લીધી છે બાદમાં SOG દ્વારા ઓપરેશન પાર પાડી.આ બાબતે ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી મોડી રાત્રે ઉમરા પોલીસે આઈપીસીની કલમ  તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો

સુરતમાં જે રીતે એક પછી એક કાળા બજારી સામે આવી રહી તે એક ચોંકાવનારી છે અને ખાસ કરી લોકોએ પણ ચેતવવાની ખુબજ જરૂરી છે હાલમાં તો ઉમરા પોલીસે આ બાબતે ગુનો નોંધી બે ઇસમોની ધરપકડ કરી અને નર્સ હેતલની શોધખોળ શરૂ કરી છે…

કેમેરામેન નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: