- સંજેલીના હોળી ફળિયામાં પાણી માટે વલખા મારતી પ્રજા ઉશ્કેરાઈ
- 20 ઘરોના પરિવારોએ ભારે આક્રોશ સાથે વિરોધ પ્રગટ કર્યો
- પરિવારોએ કર્યો નિર્ધાર : નળ કનેક્શન નહિ તો મત નહિ
- ચાર વર્ષથી નળ કનેક્શન માટે રજુઆત, છતાં તંત્રના આંખ આડા કાન
- સંજેલી સરપંચ દ્વારા ઘરોની મુલાકાત લેવા છતાં પરિણામ શૂન્ય
સરકાર દ્વારા ગુજરાત ભરમાં દરેક ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે મળી રહે તેવા આશયથી નલ સે જલ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સંજેલીના હોળી ફળિયાના નળથી વંચિત રહીશોને યોજનામાં આવરી લઈ લાભ આપવામાં આવે તેવી સ્થાનિક પરિવારોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ટેન્કરો દ્વારા વેચાતું પીવાનું પાણી ન મળતા પંદર દિવસથી પ્રજાને હાલાકી નવા નળ કનેકશન માટે પંચાયતમા ચાર વર્ષથી રજુઆતો છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહયું છે. ત્યારે સંજેલી નગરમાં પંચાયત વર્ષોથી નળ કનેકશન દ્વારા ગ્રામજનોને પાણી આપવામાં આવે છે.પરંતુ તંત્રની મીલીભગતથી મોટાભાગના ભુતિયા કનેકશનો ડાયરેક્ટ પાઇપ લાઇનમાં જોડાણ કરી દેવાથી નળ ધારકોને પૂરતું પાણી તેમજ નવા નળ કનેકશન મેળવવુ એ લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.સંજેલી માં નગરજનને પંચાયત તંત્રની બેદરકારીને કારણે મોટાભાગના વિસ્તારોમાં નળ કનેકશન હોવા છતાં પણ પાણી મળતું નથી તેમજ નવા કનેકશનો મેળવવા માટે પંચાયતના વારંવાર ધરમ ધક્કા ખાવા છતાં પણ નળ કનેક્શનો મેળવવા માટે માથાના દુખાવા સમાન બન્યું છે.
લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા પ્રજાની વેદના સમજીને પીડા દૂર કરવામાં આવે તેવી 20 પરિવારોની પ્રબળ માંગ છે. છેલ્લાં ચાર વર્ષથી નવા નળ કનેકશનો માટે હોળી ફળિયાના વીસ જેટલા ઘરોની નવા નળ કનેકશનની માગણી છે છતા પણ નળ કનેક્શન આપવામાં આવતું નથી, પૈસા આપવા છતાં પણ ટેન્કરો આવતા નથી
સંજેલી હોળી ફળિયામાં આદિવાસી પરિવારો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આદિવાસી પરિવારોમાં એવી માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા નલ સે જલ યોજનામાં આવરી લઈ લાભ આપવામાં આવે જેથી ઘર આંગણે પાણીની સગવડ મળી રહે.
ફરહાન પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ સંજેલી