23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

જૂનાગઢમાં સીએમ રૂપાણીએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

 • જૂનાગઢમાં સીએમ રૂપાણીએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
 • જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી
 • ધ્વજવંદન કાર્યક્રમ બાદ પોલીસ જવાનોની પરેડ, અશ્વ-શો, ડોગ-શો, બાઇક સ્ટંટ યોજાયા
 • ગુજરાત આખા દેશમાં એકમાત્ર એવું રાજ્ય જ્યાં સંપૂર્ણ લોકડાઉન નથી કરાયું –મુખ્યમંત્રી
 • વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે- મુખ્યમંત્રી
 • તાઉતે વાવાઝોડામાં સરકારે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવ્યું-સી.એમ
 • કોરાનાની ત્રીજી લહેર માટેની તૈયારીઓ પૂર્ણ રૂપથી કરી દીધી છે – વિજય રૂપાણી
 • કોરોનામાં મૃત્યુ પામેલા નાગરીકો માટે મુખ્યમંત્રીએ સંવેદના પાઠવી
 • ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યા છે – મુખ્યમંત્રી
 • ગુજરાતની હરીફાઈ અન્ય રાજ્યો સાથે નથી પરંતુ વિશ્વ સાથે છે – મુખ્યમંત્રી
 • ૪૮ લાખ ખેડૂતોને ૦ ટકા ઉપર ધિરાણ આપે છે – વિજય રૂપાણી
 • સૌની યોજના પૂર્ણ કરવાના તબક્કામાં પહોચ્યા છે- મુખ્યમંત્રી
 • હર ખેતકો પાણી હર હાથકો કામના લક્ષ્યને પૂર્ણ કરી રહ્યા છે- વિજય રૂપાણી
 • ગુજરાત કૃષિ ઉત્પાદનમાં સૌથી આગળ છે –મુખ્યમંત્રી
 • ૭૫માં પર્વની દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ઉજવણી-મુખ્યમંત્રી
 • ગુજરાતમાં હવે ગુન્હાખોરી કરનારની ખેર નથી- વિજય રૂપાણી
 • રાજ્યમાં નવા 5 લાખ ગેસ કનેક્શન આપવાની કરી જાહેરાત

દેશ સાથે સમગ્ર રાજ્યમાં પણ સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી રાગી છે ત્યારે 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢ ખાતે સીએમ રૂપની ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું.

વધુમાં જૂનાગઢથી ગુજરાતીઓને સંબોધતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.સાથે જ સીએમ એ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.આજે તારીખ 15 ઓગષ્ટના 75માં  રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું.મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સુરત,અમદાવાદ,રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: