23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ભારતમાં 50થી વધુની ઉંમરના 27 કરોડ લોકોને માર્ચથી અપાશે રસી

  • ભારતમાં 50થી વધુની ઉંમરના 27 કરોડ લોકોને માર્ચથી અપાશે રસી
  • 50થી ઓછી ઉંમરના ગંભીર બીમારી ગ્રસ્ત લોકોને પણ અપાશે રસી
  • ભારતમાં માત્ર 21 દિવસમાં 50 લાખ લોકોને વેક્સિન અપાઇ

દેશમાં કોરોનાના રસીકરણનો ત્રીજો તબક્કો માર્ચ મહિનાથી શરૂ થશે. તેમાં બે પ્રકારના લોકોને રસી અપાશે. પહેલાં જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે તેમને અને બીજું જેમની ઉંમર 50 વર્ષથી ઓછી પરંતુ ગંભીર બીમારી હોય તો તેમને રસી અપાશે. સરકારનું અનુમાન છે કે દેશમાં 27 કરોડ લોકો 50 વર્ષથી વધુની ઉંમરના છે. દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર થઈ ગયો છે, જેમાં 1 કરોડ 8 લાખ 15 હજાર એટલે કે 5.39% લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે અત્યારસુધી 1 કરોડ 5 લાખ 79 દર્દી સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણથી 1 લાખ 54 હજાર 956 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1 લાખ 45 હજાર 953 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને શુક્રવારે લોકસભામાં કહ્યું કે બીજા તબક્કામાં 2 કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ રહી છે. આથી ત્રીજા તબક્કાની ચોક્કસ તારીખની જાહેરાત કરવાનું યોગ્ય નથી. દેશમાં વેક્સિનેશનની શરૂઆત થયાને 21 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન 50 લાખથી વધુ લોકોને વેક્સિન લગાડવામાં આવી છે. ભારતે સૌથી ઓછા સમયમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. 50 લાખ લોકોને વેક્સિનેશનમાં અમેરિકાને 24 દિવસ, બ્રિટનને 43 અને ઇઝરાયલને 45 દિવસ થયા હતા. અને ભારતમાં શુક્રવારે 3,31,029 લોકોને વેક્સિન લગાડવામાં આવી હતી. અને યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે 5 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યે 52,90,474 લોકોને વેક્સિન લાગી ગઈ છે. જેમાં સાઈડ ઈફેક્ટના ઘણાં ઓછા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 27 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવાનો કોઈ જ કેસ સામે આવ્યો નથી. કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં કહ્યું કે કોરોનાથી 174 ડોક્ટર, 116 નર્સ, 199 હેલ્થ વર્કર્સના મૃત્યુ થયા છે. અને આ ઉપરાંત જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ શુક્રવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 20,36,002 કેસ આવ્યા છે. જેમાંથી 51,215 લોકોના મોત નિપજ્યા છે. તો ઉત્તર પ્રદેશ સરકારે 10 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 સુધીની શાળા ખોલવા માટે નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે ધોરણ-1થી ધોરણ-5 સુધીની શાળા માર્ચ મહિનાથી ખુલશે. અને અમેરિકાની કંપની ફાઈઝરે શુક્રવારે કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝની માંગને લઈ ભારત સરકાર સમક્ષ રજૂ કરેલી અરજી પાછીં ખેંચી લીધી છે. 3 ફેબ્રુઆરીના રોજ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ તેનું રિવ્યૂ કર્યો હતો. સમિતિએ કંપની પાસેથી ટ્રાયલને લગતી વધુ માહિતી માંગી હતી. ત્યારબાદ કંપનીએ એપ્લિકેશન પાછીં ખેંચવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ કહ્યું કે તે ઈન્ડિયન ઓથોરિટીના સંપર્કમાં રહેશે અને આગામી સમયમાં ફરી વખત મંજૂરી માટે અરજી કરશે. ફાઈઝર વિશ્વની એકમાત્ર એવી કોરોના વેક્સિન છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અને રાહતના સમાચાર છે કે દેશમાં કોરોનાથી થતા મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. ડેથ રેટ 1.44%થી ઘટીને 1.37% થઈ ગયો છે. દરરોજ 200થી ઓછા લોકોના મોત થઈ રહ્યાં છે. 15-16 રાજ્ય એવા છે જ્યાં હવે સંક્રમણથી કોઈ મોત નથી થઈ રહ્યાં. એડવોકેટ અમિત સાહનીએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને કોરોનાના કારણે 65 વર્ષથી વધુની વયના કેદીઓની પેરોલ વધારવાની માંગ કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સૌથી વધુ ઉમર વાળા લોકોને જોખમ વધુ છે, એટલા માટે આવા કેદીઓની પેરોલ આગળ પણ ચાલું રાખવી જોઈએ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના લેટેસ્ટ સીરો સર્વે પ્રમાણે દેશમાં 21.5% લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. આ સર્વે 17 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો. જેમાં 10 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અને કોરોના વેક્સિનેશન અભિયાન હેઠળ તમામ હેલ્થકેર વર્કર્સને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ અપાશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: