8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

હિમાચલમાં લેન્ડસ્લાઇડ થતા યાત્રિઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઇ

  • હિમાચલમાં લેન્ડસ્લાઇડ થતા યાત્રિઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઇ
  • દુર્ઘટનામાં બસ સિવાય બે કાર પણ કાટમાળમાં દટાઇ
  • અંદાજે 40 થી પણ વધુ લોકો દટાયાની સેવાઇ આશંકા

હિમાચલ પ્રદેશ કિન્નોરમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયા લેન્ડસ્લાઇડ થવાના કારણે યાત્રિઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઇ ગઇ છે. બસ સિવાય બે કાર પણ કાટમાળમાં દટાઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર અંદાજે 40થી પણ વધુ લોકો દટાયાની આશંકા સેવાઇ રહી છે.

હિમાચલમાં લેન્ડસ્લાઇડ દુર્ઘટના કિન્નૌર જિલ્લાના ચૌરામાં નેશનલ હાઇવે પર ઘટી છે. જ્યાં પહાડ પરથી પથ્થરો નીચે પડવા લાગ્યાં છે. મળતી જાણકારી અનુસાર અંદાજે 40થી પણ વધારે લોકો આ કાટમાળમાં દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્રએ ભારતીય સેના અને એનડીઆરએફની મદદ લીધી છે. અને યુદ્ધના ધોરણે રાહત- બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લેન્ડ સ્લાઈડમાં જે બસ ફસાઈ છે તે હિમાચલ રોડવેઝની છે. જેમા 40 જેટલા મુસાફર સવાર હતાં. આ બસ કિનૌરથી શિમલા જઈ રહી હતી. પહાડ પરથી પથ્થર પડવાના કારણે રાહત અને બચાવ  કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસને ઘટના સ્થળે પહોંચવાના આદેશ આપવામાં આવ્યાં છે. પ્રશાસન દ્વારા ભારતીય સેના અને NDRF ની ટીમની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનીય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, જે બસ ફંસાયેલી છે તે હિમાચલ રોડવેઝની છે. જેમાં 40થી વધારે યાત્રિઓ છે. હજુ પણ કેટલાંક પથ્થરો પહાડ પરથી નીચે પડી રહ્યાં છે.આ બસ કિન્નોરથી શિમલાની સફર કરી રહી હતી. હજુ પણ કેટલાંક પથ્થરો પહાડ પરથી નીચે પડી રહ્યાં છે. આ જ કારણોસર રેસ્ક્યુ ઓપરેશન કરવામાં મુશ્કેલી આવી રહી છે. બસ કાટમાળમાં દટાયેલી છે. તેના ડ્રાઇવર અને કન્ડક્ટરને પણ ઇજા થઇ છે. તેઓનો ફોન દ્વારા સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.ઘટનાસ્થળથી જે તસવીરો સામે આવી રહી છે. તે ખૂબ જ ખતરનાક છે. મળતી જાણકારી અનુસાર પહાડ પરથી કેટલોક કાટમાળ નીચે પડ્યો હતો, જ્યાર બાદ ત્યાંથી પસાર થઇ રહેલ વાહન તેની ઝપેટમાં આવી ચડ્યાં. એક યાત્રિક બસ અને અન્ય કેટલાંક વાહન આ કાટમાળની નીચે દટાઇ ગયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: