23 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લૉકડાઉનની ચર્ચા થતા લોકો ભયભીત થયા

  • ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લૉકડાઉનની ચર્ચાથી લોકો વિચલિત
  • કોરોનાના કહેર વચ્ચે લૉકડાઉનની ચર્ચામાં લોકો ભયભીત થયા
  • અમદાવાદીઓ લોકડાઉનનું નામ સાંભળતા મોલમાં ખરીદી માટે ઉમટ્યા
  • મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરવાની ભીતિ
  • લાઇવ ગુજરાત ન્યુઝ  લોકોને અપીલ કરે છે કે અધીરા બનવાની કોઈ જરૂર નથી

ગુજરાતમાં કોરોના કેસોમાં નોધપાત્ર વધારો થવા પામ્યો છે . રોકેટની ગતિએ કેસો વધી  રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં  ગુજરાત  હાઈકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરી  આ અંગે રાજ્ય સરકારને દિશા નિર્દેશ આપવામાં આવ્યો છેકે 2 થી ૩ દિવસના આંશિક લોકડાઉનની જરૂર ગુજરાતમાં છે . મીડિયાના માધ્યમોથી આ મેસેજ નગરજનો  સુધી પહોચતા  લૉકડાઉન થાય  અને બહાર નીકળી શકાય નહિ એની ચિંતામાં   રીતસર ખરીદી કરવા દોટ મૂકી હતી ,શહેરના મોલ અને બજારમાં ખરીદીઓ  માટે લાઇનો લાગી ગઈ  હતી . ત્યારે લાઈવ ગુજરાત ન્યુઝ અપીલ કરી રહ્યું છેકે  લોકોએ લોકડાઉનની અફવાઓ અને ખોટી ચર્ચાઓથી ભરમાવાની તેમજ અધીરા બનવાની જરૂર નથી.

કોરોનાના કેસો વધતાં ફરી લોકડાઉન લાગશે એવા ડરને કારણે શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભર બપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.લોકોમાં લોકડાઉનને લઈને ડર છે. જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે. શાક માર્કેટમાં પણ લોકો શાકની એક સાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલાથી જ રાજ્યમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા  છે,  જો આજ રીતે ભીડ એકઠી થશેતો સંક્રમણનું પ્રમાણ બમણું થઈ શકે છે.ગત વર્ષે અચાનક જ લોકડાઉંન જાહેર કરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ વર્ષે લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભર બપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોમાં લોકડાઉનને લઈને ડર છે જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી હતી. ગુજરાતમાં કોરોનાના કેસોમાં અનહદ વધારો થયો છે. ત્યારે હાઈકોર્ટે સરકારને નિર્દેષ કર્યો છે કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે.જેને લઈને સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદીઓ લોકડાઉન નું નામ સાંભળતા શહેરના બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.લોકોએ લોકડાઉનની અફવાઓ અને ખોટી ચર્ચાઓથી ભરમાવાની તેમજ અધીરા બનવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર ફરતા કોઈ મેસેજ પર ભરોસો ના કરો. ત્યારે લાઇવ ગુજરાત ન્યુઝ  લોકોને અપીલ કરે છે કે અધીરા બનવાની કોઈ જરૂર નથી.

  • કેમેરામેન ધ્રુવીલ ચૌહાણ સાથે અંજલી પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: