24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં મ્યુકોરમાઈકોસીસને મહામારી ઘોષિત કરાઈ

  • કોરોના બાદ રાજ્યમાં મ્યુકોરમાઈકોસીસનો  કહેર  
  • રાજ્યમાં બ્લેક ફંગસના 5 હજારથી વધુ કેસ
  • ગુજરાતમાં મ્યુકોરમાઈકોસીસનો મહામારી ઘોષિત કરાઈ
  • કેન્દ્ર સરકાર દ્વારા એપીડેમિક ડિસિઝ એક્ટ હેઠળ મ્યુકોરમાઈકોસીસને મહામારી જાહેર કરાઈ
  • રાજ્યમાં 7 શહેરોમાં મળશે મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શન
  • અમદાવાદ,ગાંધીનગર,રાજકોટ સહીત અન્ય 4 શહેરોમાં મળશે ઇન્જેક્શન 
  • અમદાવાદમાં સોલા સિવિલ અને એસવીપી SVPમાં મળશે  ઇન્જેક્શન
  • જામનગર, ભાવનગર, સુરત અને  વડોદરામાં મળશે ઇન્જેક્શન
  • ડોક્યુમેન્ટ ખરાઈ બાદ જ આપવામાં આવશે ઇન્જેક્શન
  • મોટા બાદ હવે બાળકોમાં પણ મ્યુકોરમાઈકોસીસનો ખતરો

રાજ્યમાં જીવલેણ કોરોના ના કહેર વચ્ચે હવે મ્યુકોરમાઈકોસીસના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.ત્યારે આ તમામ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. તેમજ મ્યુકોરમાઈકોસીસના વધતા જતા કેસો સામે તેના ઇન્જેક્શનની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે. આ તમામ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ  દ્વારા મ્યુકોરમાઈકોસીસ ને લઇ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં હવે ૭  શહેરોમાં  મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શન મળશે.

દેશ સાથે રાજ્યમાં પણ કોરોના બાદ મ્યુકોરમાઈકોસીસ એ માથું ઉચક્યું છે. ત્યારે આ તમામ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.  જે દરમિયાન એપીડેમિક ડિસિઝ એક્ટ હેઠળ મ્યુકોરમાઈકોસીસને મહામારી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે રાજ્યમાં મ્યુકોર માઈકોસીસ રાજ્યમાં મ્યુકોરમાઈકોસીસના 5 હજારથી વધુ કેસ છે. જ્યારે માત્ર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 3 હજારથી વધારે કેસો છે. માત્ર અમદાવાદમાં અંદાજે 1 હજાર કેસ છે.

સાથે જ વધતા જતા મ્યુકોરમાઈકોસીસ કેસો સામે તેના ઇન્જેક્શનની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે. આ તમામ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ  દ્વારા મ્યુકોરમાઈકોસીસનો ને લઇ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો  છે. જે મુજબ રાજ્યમાં હવે ૭  શહેરોમાં મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શન મળશે. માહિતી મુજબ રાજ્યના   ગાંધીનગર,અમદાવાદ, સુરત, રાજકોટ ,જામનગર, ભાવનગર અને  રાજકોટમાં  મ્યુકોરમાઈક્રોસીસ ના ઇન્જેક્શન મળશે. તેમજ અમદાવાદમાં સોલા સિવિલ અને SVP આ બે હોસ્પિટલોમાં  ડોક્યુમેન્ટ ની ખરાઈ બાદ દર્દીને ઇન્જેક્શન આપવામાં આવશે. તેમજ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં , વડોદરામાં SSG હોસ્પિટલમાં, સુરતમાં સ્મીમેર હોસ્પિટલ, ભાવનગરમાં સર ટી હોસ્પિટલ, જામનગરમાં જીજી  હોસ્પિટલ, રાજકોટ માં PDU હોસ્પિટલ માં રાહત દરે જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કર્યા બાદ મળશે. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇન્જેકશન ના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મ્યુકોર માઈકોસીસના ઇન્જેક્શન ની જાહેરાત કર્યા બાદ svpપણ   ઇન્જેક્શન નો જથ્થો ન હોવાને  કારણે દર્દીઓની હાલત કફોડી બની છે.

આ સાથે જ મ્યુકોર માઈકોસિસની મહામારીએ  મોટા બાદ હવે બાળકોને પણ પોતાની ઝપેટ માં લઇ લીધા છે. તાજેતરમાં અમદાવાદમાં 13 વર્ષના બાળકને મ્યુકોર માઇકોસિસ થતા ઓપરેશન કર્યા બાદ બાળકની તબિયત હાલ સ્થિર છે.    

ધ્વનિ પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: