20 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠામાં ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા

  • બનાસકાંઠામાં ફરી એકવાર બુટલેગરો બન્યા બેફામ  
  • દારૂબંધી હોવા છતાં પણ વાહનોમાં બેફામ દારૂ ભરીને લોકો કરી રહ્યા છે હેરાફેરી
  • પાલનપુર હાઈવે પર દારૂ ભરેલી કારએ સર્જ્યો અકસ્માત
  • અકસ્માત બાદ દારૂ ભરેલ કાર ચાલક થયો ફરાર
  • પોલીસે દારૂ ભરેલી કારના ચાલક સામે પ્રોહીબિશનનો ગુન્હો નોંધી હાથ ધરી કાર્યવાહી  

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ નિયમોના તો જાણે લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.આ સાથે જ બનાસકાંઠામાં ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે.  જેમાં ડીસા પાલનપુર હાઈવે પર દારૂ ભરેલી કારના ચાલકે અન્ય એક કાર ને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.  અકસ્માત દરમિયાન બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ દારૂ ભરેલી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક લોકો વાહનોમાં દારૂ ભરીને બેફામ રીતે હેરાફેરી કરતા જોવા મળી રહ્યા છે . જે દરમિયાન આજે રાજસ્થાનથી દારૂ ભરીને એક સ્વિફ્ટ કાર અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ડીસા પાલનપુર હાઈવે પર બેફામ રીતે ચલાવતા દારૂ ભરેલી કાર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અન્ય એક કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અન્ય કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જોકે અકસ્માત થતા જ દારૂ ભરેલી કાર નો ચાલક ફરાર થઈ ગયો હતો છે. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી કારમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઘટનાને પગલે ગઢ પોલીસ અકસ્માત સ્થળે આવી હતી અને દારૂ ભરેલી કારના ચાલક સામે પ્રોહીબિશન અને અકસ્માત અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

રાજ  ગજ્જર  લાઈવ ગુજરાત ન્યુઝ  બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: