24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠામાં લોક નેતા અને લોક ગાયિકાએ ગાઈડલાઈન્સનો ભંગ કર્યો

  • બનાસકાંઠામાં સાંસદ અને લોક ગાયિકાએ ગાઈડલાઈન્સનો કર્યો ભંગ
  • મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થવાની ઉજવણી દરમિયાન ભંગ
  • લગ્ન પ્રસંગમાં લોક ગાયિકા દિવ્યા ચોધરીએ પણ કર્યો ભંગ
  • દિવ્યા ચોધરી સામે ફરિયાદ થઇ દાખલ
  • સાંસદ સામે કાર્યવાહી કરવા મામલે પોલીસ મૌન

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે કોરોના મહામારી વચ્ચે પણ સરકારી ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે થરાદના માંગરોળ ખાતે ‘સેવા એ જ સંકલ્પ કાર્યક્રમનું’ આયોજન કર્યું હતું. જેમાં તેઓ ટોળા વચ્ચે બેઠેલા નજરે પડ્યા હતા. ટોળા સાથે આ કાર્યક્રમના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તો બીજી તરફ જાણીતી ગાયિકા દિવ્યા ચૌધરીએ પણ એક લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી નજરે પડી હતી. જેમાં તે માસ્ક વગર ટોળામાં ફોટા પડાવતી નજરે પડી રહ્યા છે. વળી આ ફોટા અને વિડિયો તેણે પોતાના જ ફેસબુક આઈડી પર વાઈરલ કરતા વિવાદ સર્જાયો હતો આ મામલે થરા પોલીસે ગાયીકા દિવ્યા ચૌધરી , વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ ચૌધરી અને કેટરિંગ ના સંચાલક પરેશ નાનજીભાઈ ચૌધરી સહિત ત્રણ લોકો સામે IPC 188 અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે,  ઉલ્લેખનીય છે કે આજે બનાસકાંઠા જિલ્લામાં આજે એક સાથે સાંસદ અને ગાયિકા બંનેએ સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસે માત્ર લોકગાયિકા સામે ફરિયાદ દાખલ કરી છે જ્યારે સાંસદ સામે ફરિયાદ દાખલ ન કરતા લોકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે …….

રાજ ગજજર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: