12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ઈ મેમાની બાબતે હાથ ધરી કવાયત

  • અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ઈ મેમાની બાબતે હાથ ધરી કવાયત
  • ઈ મેમો નહીં ભરનાર વાહનચાલકો પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી વસૂલ્યો દંડ
  • ઈ મેમો ભરવાનું માંડી  વાળનાર અમદાવાદીઓ સામે પોલીસે ડ્રાઈવ યોજી

બેફામ ટ્રાફિક નિયમોનો ભંગ કરી ફરી રહેલા અમદાવાદીઓને હવે હવે ટ્રાફિકના નિયમોનું ભાન કરવવા હવે  અમદાવાદમાં ટ્રાફિક પોલીસે કમાન હાથમાં લીધી છે.  અમદાવાદ શહેરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહન ચાલકો પાસેથી ઈ મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે.તેમજ ઈ મેમો નહિ ભરનાર પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી દંડ વસુલવાનું શરુ કર્યું છે. 

બેફામ ટ્રાફિક નિયમોનો ભંગ કરી ફરી રહેલા અમદાવાદીઓને હવે હવે ટ્રાફિકના નિયમોનું ભાન કરવવા હવે  અમદાવાદમાં ટ્રાફિક પોલીસે કમાન હાથમાં લીધી છે.  અમદાવાદ શહેરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહન ચાલકો પાસેથી ઈ મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે.  આ સાથે જ  વાહનચાલકોના  મેમા ભરવાની બાબતે અવનવા બહાનાને સાંભળ્યા વિના પોલીસે ડિજીટલ પેમેન્ટથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. સાથે સાથે પોલીસની ટીમ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી યોગ્ય હોવાનું દેખાઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈ મેમોની વેબસાઈટ પર દંડ બાકી હોય તો તરત વસૂલે છે. સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને થયેલા દંડની રકમને ટ્રાફિક પોલીસે વસૂલવાનું શરૂ કર્યું છે. પોલીસ સ્થળ પર જ વાહન ચાલકને રોકડ રકમનો દંડ વસૂલે છે. તે ઉપરાંત ડિજીટલ પેમેન્ટ થકી પણ દંડ વસૂલાઈ રહ્યો છે. ઉપરાંત CCTVથી ઇ-મેમો મોકલીને દંડ વસૂલવામાં આવે છે. પરંતુ ઇ મેમોની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું છે. જેથી ટ્રાફિક પોલીસે ખાસ દંડ વસૂલાત સ્ક્વોર્ડ કાર્યરત કરવામાં આવી છે. વધુ માહિતી મુજબ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં કુલ 26 પોલીસકર્મીઓના સ્ટાફની સ્ક્વોડ રોડ પર જે વાહનચાલક આવે તેને રોકી ઓનલાઇન તેમનો વાહનનંબર ઈ ચલણ પેમેન્ટ વેબસાઈટ પર જોઈ અને જો મેમોની રકમ બાકી હોય તો સ્થળ પર જ વસુલ કરે છે અથવા ઓનલાઇન પેમેન્ટ કરાવે છે. સાથે સાથે ગતરોજ થી જ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ટ્રાફિક ડીસીપીના માર્ગદર્શન હેઠળની આ ખાસ સ્કવોર્ડની વાહનચાલકોના દંડ વસુલાત અંગે પશ્ચિમ વિસ્તારની સ્કવોર્ડ દ્વારા સુભાષબ્રિજ, નારણઘાટ પાસે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર બહાર રોડ પર 2 ASI અને 9 જેટલા પોલીસકર્મીઓ સાથે વાહનચાલકોને રોકી ચેકિંગ શરૂ કર્યું હતું. રોડ પર આવતા બાઇક, રીક્ષા, ગાડી સહિતના વાહનોને રોકવામાં આવ્યા હતા. એક પોલીસકર્મી પાસે સ્થળ વસુલાતનો મેમો હતો. પોલીસકર્મીઓ વાહનચાલકને રોકી તેમનો વાહન નંબર ઓનલાઇન https://payahmedabadechallan.org/ માં નાખવામાં આવતા હતા. જે વાહનચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમનો સ્થળ પર જ દંડ લેવામાં આવતો હતો. મોબાઈલમાં ઓનલાઇન જ તેમનો વાહન નંબર નાખતા જો દંડ ભરવાનો બાકી છે. તેટલા મેમા સિલેક્ટ કરી તેમનો લાયસન્સ નંબર નાખવામાં આવે છે. બાદમાં મોબાઈલ નંબર નાખી પે કરતા પેમેન્ટ થઈ જાય છે. આ પેમેન્ટની પાવતી તેમના ઓનલાઈન મેમાં નંબર સાથે આપવામાં આવે છે. પાવતી લઈ અન્ય એક પોલીસકર્મી હાજર હોય છે તે મોબાઈલમાં નંબર અને પાવતી અંગેની માહિતી નાખી અપલોડ કરતા તરત જ વેબસાઈટ પર આ માહિતી અપલોડ થઈ જાય છે અને વાહનચાલકે તમામ મેમા ભર્યા હોવાની વિગતો દર્શાવે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: