12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

અમદાવાદમાં ૨ વર્ષના બાળકના પેટમાંથી ૨ ઇંચનો સ્ક્રુ કઢાયો બહાર

  • અમદાવાદમાં ૨ વર્ષના બાળકના પેટમાંથી ૨ ઇંચનો સ્ક્રુ કઢાયો બહાર
  • સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ ભારે જહેમત ઉપાડી સ્ક્રુ દૂર કર્યો
  • નિષ્ણાંત તબીબોની ટીમે ફરીથી એકવાર પોતાની નિપુણતા અને કૌશલ્યનો આપ્યો પરચો
  • સામાન્ય વર્ગના પરિવાર માટે ખર્ચાળ સાબિત થતી સર્જરી નિ:શૂલ્ક કરાઈ
  • પરિવાર અને ૨ વર્ષીય પિયુષ ચિંતા અને પીડા બંનેથી થયા  મુક્ત
  • બાહ્ય પદાર્થોને બાળકોથી દૂર અથવા તેઓ પહોંચી ન શકે તેવા અંતરે રાખવા :  ડૉ.રાકેશ જોષી

નાના બાળકો રમત રમતમાં કેટલીંક વખત ભૂલથી કોઇ વસ્તુ ગળી જતા હોય છે. જે તેને મોટી મુશ્કેલીમાં માં પણ મૂકી દે છે. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે  છે. જો આ પ્રકારના કિસ્સામાં તકેદારી રાખવામાં ન આવે અને સત્વરે સચોટ સારવાર ના મળે તો મોટી હાનિ થવાનો ભય પણ રહેલો હોય છે. અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા રામકલાલ ચૌહાણના બાળક સાથે કંઇક આવું જ બન્યું.પડકારભરેલી પરિસ્થિતિઓ જોતા સિવિલ હોસ્પિટલ દ્વારા  પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું બીડુ ઉપાડ્યુ અને  તેઓએ એનેસ્થેસિયા વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણ પટેલ અને તેની ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી આજે પરિવાર અને ૨ વર્ષીય પિયુષને  ચિંતા તેમજ  પીડાથી મુક્ત કર્યા છે .

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા રામકલાલ ચૌહાણના બાળક સાથે કંઇક આવું જ બન્યું. તેમનો ૨ વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો. જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ.જેને તેમના માતા-પિતાએ નઝરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી. હવે જ્યારે પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા  ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઇ ગયા. ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કરાવતા પિયુષ ત્રણ થી ચાર વસ્તુઓ ગળી ગયો હોવાનું જાણવા મળ્યું.ત્યાંના સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી. પરંતુ આ બંને વસ્તુની સાથે  સ્ક્રુ પણ તેના પેટમાં હતા. જેણે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. જેની સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્ચાળ પણ હોવાથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી. જેથી પિયુષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં જ્યારે પીયુષને લાવવામાં આવ્યો ત્યારે અહીંના તબીબોએ પણ વિવિધ રીપોર્ટસ કરાવ્યા. રીપોર્ટના આધારે સ્ક્રુ ચોક્કસ પણે ક્યાં ફસાયેલા છે તે જોવાનો પ્રયત્ન કર્યો. તબીબોના અનુભવના આધારે આ સ્ક્રુ લગભગ ૬ થી ૮  મહિનાથી આંતરડામાં ચોંટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું. ૨ વર્ષના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા દૂર કરવું પડકારભરેલું હતું. આ તમામ પડકારભરેલી પરિસ્થિતિઓ જોતા સિવિલ હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું બીડુ ઉપાડ્યુ. તેઓએ એનેસ્થેસિયા વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણ પટેલ અને તેની ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી હતી .

સર્જરી દરમિયાન તબીબોને આશ્રર્યમાં મૂકે તે બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડા વચ્ચે ચોંટી ગયો હતો. આ સર્જરી દરમિયાન ખૂબ જ ચોકસાઇ વર્તવાની જરૂર હતી. સર્જરી બાદ આંતરડામાં રૂઝ ન આવે અને ટાંકા તૂટી જાય તો પિયુષનો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ રહેલી હતી. પરંતુ નિષ્ણાંત તબીબોની ટીમે ફરી એક વખત પોતાની નિપુણતા અને કૌશલનો પર્ચો બતાવ્યો અને પિયુષના આંતરડામાંથી સ્ક્રુ દૂર કર્યો,  ડૉ. રાકેશ જોષીએ દરેક માતા-પિતાને ઘરમાં આવા બાહ્ય પદાર્થો બાળકથી દૂર રાખવા અથવા બાળક પહોંચી ન શકે તેવા અંતરે રાખવા સલાહ આપી  છે. ઘણી વખત તકેદારી જ તમને મોટી હાનિમાંથી બચાવી શકે છે તેવું તેમણે ઉમેર્યુ હતુ.

રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: