23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં દારૂબંધી અને ગૌ સેવા મામલે નાયબ મુખ્યમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન

  • ગુજરાતમાં દારૂબંધી અને ગૌ સેવા મામલે નાયબ મુખ્યમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન
  • હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે: નીતિન પટેલ
  • એક્સાઈઝ કરની જંગી આવક જતી કરીને ગુજરાત દારૂબંધીને વરેલું રહેશે : નાયબ મુખ્યમંત્રી
  • અન્ય રાજ્યો ભલે દારૂની છૂટથી જંગી કમાણી કરે: નાયબ મુખ્યમંત્રી
  • ગૌ હત્યાનો કડક કાયદો અત્યારે રાજ્યમાં અમલમાં જ છે
  • ગૌ-સેવા એ આપણા સહુના સંસ્કાર છે: નાયબ મુખ્યમંત્રી
  • રાજ્ય સરકારે ત્રણ વાર ગૌશાળાઓ અને પાંજરાપોળોને આપ્યા છે ખાસ અનુદાન

ગુજરાતમાં દારૂબંધી અને ગૌ સેવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દારૂબંધીને લીધે સામાજિક સુરક્ષા, શાંતિ,સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણીની ઉત્તમ પરિસ્થિતિ છે. તેવી લાગણી વ્યક્ત કરી નીતિન પટેલે જણાવ્યું કે,ભલે એક્સાઈઝ કર સહિતની ગમે તેટલી જંગી આવક જતી કરવી પડે, અન્ય રાજ્યો ભલે દારૂબંધીમાં છૂટછાટથી જંગી કમાણી કરે, ગાંધી અને સરદારના સંસ્કાર વારસા જેવી દારૂબંધીને ગુજરાત વળગી રહેશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી  નીતિન ભાઈ પટેલે દારૂ બાંધી અને ગૌ સેવા મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને જે પોલીસ મથકના વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાય તેવા કિસ્સાઓમાં તે વિસ્તારના પોલીસ અધિકારીની બદલી અને ફરજ મોકૂફી જેવી શિક્ષાત્મક જોગવાઈ કરવામાં આવી છે. આખા દેશમાં માત્ર ગુજરાત રાજ્ય  કર આવક ગુમાવવાની ચિંતા કર્યા વગર દારૂબંધીનો અમલ કરે છે. ગૌ સેવા એ આપણા સહુના સંસ્કાર છે એવી લાગણી વ્યક્ત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમે જનસંઘના સમયથી ગૌરક્ષા માટે, ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છીએ. ગુજરાતીઓ ગૌ સેવા, ગૌ રક્ષા માટે કરોડોનું દાન કરતા આવ્યા છે. ગુજરાત સરકારે ગૌ સેવા અને સુરક્ષાની કાયદાકીય જોગવાઈ કરવાની સાથે ગૌ સંવર્ધનની યોજનાઓ અમલમાં મૂકી છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.કોરોના સંકટ દરમિયાન રાજ્ય સરકારે ત્રણ વાર ગૌશાળાઓ અને પાંજરાપોળોને ખાસ અનુદાન આપ્યા છે, બજારમાં થી બારથી પંદર રૂપિયા કિલોના ભાવે ઘાસ ખરીદીને ગૌ શાળાઓને ઓછા ભાવે પૂરું પાડ્યું છે.રામ મંદિર માટેનો સંઘર્ષ આજે સફળ થયો છે અને ભવ્ય રામમંદિર બની રહ્યું છે. ત્યારે ભારત માતા,રાષ્ટ્ર ધ્વજ,રાષ્ટ્રીય પ્રતીકોનું સહુએ ગૌરવ અનુભવવું જોઈએ. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહુ પોતાના ધર્મ માટે ગૌરવ અનુભવે એમાં કશું ખોટું નથી. પોતાની જ્ઞાતિ, સમાજ, ગામ, રાજ્ય,રાષ્ટ્ર માટે ગૌરવ અનુભવવાનો સહુને અધિકાર છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: