27 C
Ahmedabad
Thursday, November 25, 2021
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

  • ગુજરાતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુમાં કરાયો વધારો
  • 20 ને બદલે હવે 29 શહેરોમાં રહેશે કરફ્યું
  • 28 એપ્રિલથી 5મી મે સુધી લંબાવાયો રાત્રિ કરફ્યું 
  • શહેરમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ રહેશે બંધ
  • CMની ગૃહ વિભાગ સાથેની બેઠક બાદ નિર્ણય
  • બોટાદ, સોમનાથ વેરાવળ, પોરબંદર, છોટાઉદેપુર, વિરમગામમા રાત્રી કર્ફ્યુ
  • ઓડીટોરીયમ, જીમ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક રહેશે બંધ
  • તમામ ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે બંધ
  • રાજ્યના તમામ APMC માર્કેટ બંધ રહેશે

ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વનાપૂર્ણ નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ ૯ શહેરમાં રાત્રી કરફ્યું લગાવ્યું છે. જે બાદ હવે 20ની જગ્યાએ હવે 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે યોજાયેલી  તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ યોજાયેલી બેઠકમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું હતું. તેમાં ફેરફાર કરીને તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જે અંતર્ગત કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે …

  • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.
  • આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

  • આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
  • 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
  • તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
  • સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: