24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાત સરકારનો કોરોનાના પગલે મહત્વપૂર્ણ નિર્ણય

  • ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સ્થગિત
  • ગુજરાત સરકારનો કોરોનાના પગલે નિર્ણય
  • 10મી મેથી શરૂ થતી પરીક્ષા મોકૂક રાખવામાં આવી
  • હાલ પૂરતી મોકૂક રાખવામાં આવી
  • સરકાર 15મી મે ના રોજ કોવિડ સ્થિતિની સમીક્ષા કરી નવો નિર્ણય લેશે
  • નવી તારીખો જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસ અપાશે
  • ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11ને માસ પ્રમોશન આપવાની જાહેરાત
  • રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ક્રેન્દ્ર સરકાર દ્વારા બુધવારે સીબીએસઈ દ્વારા ઘોરણ ૧૦ની પરીક્ષા  રદ્દ કરવાનો અને ઘોરણ ૧૨ની પરીક્ષા મુલતવી રાખવાના નિર્ણયના બીજા દિવસે એટલે કે ગુરુવારે ગુજરાત સરકારે પણ ઘોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.જયારે ઘોરણ ૧ થી ૯ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.

સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બુધવારે સીબીએસઈની ઘોરણ ૧૦ની પરીક્ષા  રદ્દ અને ઘોરણ ૧૨ની પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કર્યાના બીજા દિવસે ગુજરાત સરકારે પણ તે દિશામાં આગળ વધીને ગુજરાત બોર્ડની ઘોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ મંત્રી મંડળની બેઠકમાં રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે આ  નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે  રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાને નાથવા લગાવવામાં આવેલા લોક ડાઉનના પગલે ઘોરણ ૧ થી ૯ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: