11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના રસીકરણ મામલે અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય

  • કોરોના રસીકરણ મામલે અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય
  • અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર મુકેશ કુમારનો આદેશ 
  • રસીકરણ વગર નહિ મળે AMTS-BRTSમાં પ્રવેશ
  • અમદાવાદના અનેક સ્ટેશનો પર રસી વગર પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ 
  • કાંકરિયા સહિતના સ્થળોએ ફરવા માટે વેકસીન ફરજીયાત
  • લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ જેવી જગ્યાએ વેકસીન નહિ લેનારને પ્રવેશ નહી
  • 20 સપ્ટેમ્બર બાદ અનેક સ્ટેશન પર રસી વગર પ્રવેશ નહી
  • વેકસીન લીધી હોય તો સર્ટીફીકેટ બતાવવું પડશે
  • એએમસી સંચાલિત જીમ,લાયબ્રેરી સહિત જાહેર સ્થળો પર વેક્સીન વિના નહિ ફરી શકાય

કોરોનાની મહામારીથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે ફરજિયાત વેક્સિન લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. તેમજ આ સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા માટે વેક્સિન લીધેલી ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે જ 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે. વધુમાં અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર મુકેશ કુમારે જાહેર કરેલા નિર્ણય અંગે એએમસી હેલ્થ અધિકારી ભાવિન સોલંકી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. 

અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર મુકેશ કુમારે જાહેર કરેલો  નિર્ણય આગામી ૨૦ સપ્ટેમ્બર એટલેકે સોમવારથી અમલી બનશે. અમદાવાદ મહાનગર પાલિકાએ  નક્કી  કરેલ ચેકપોઈન્ટ પર કોરોના વેક્સીનેશન સર્ટિફિકેટ બતાવવું જરૂરી બનશે. કોરોના રસીના સર્ટિફિકેટ વગર જાહેર જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે નહિ. જાહેર સ્થળો અંગે સ્પષ્ટતા કરતા કમિશનર મુકેશ કુમારે કહ્યું હતું કે કાંકરિયા અને પ્રાણી સંગ્રાહલયમાં પ્રવેશ મળશે નહિ.

આ સિવાય જીમ, લાઈબ્રેરી, એએમસી સ્પોર્ટ કોમ્પલેક્સ સહિતના તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળના જાહેર સ્થળોએ સર્ટિફિકેટ વગર પ્રવેશ નહિ મળે. સૌથી ચોંકાવનારો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS માં પણ વેક્સિન સર્ટિફિકેટ જોડે રાખવું ફરજિયાત રહેશે. આ નિર્ણય BRTSમાં પણ લાગુ થશે. વધુમાં અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર મુકેશ કુમારે જાહેર કરેલા નિર્ણય અંગે એએમસી હેલ્થ અધિકારી ભાવિન સોલંકી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. તેમજ શુક્રવારે શહેરમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. આ સાથે જ અમદાવાદ મ્યુ. કોર્પો. હદ વિસ્તારમાં અત્યાર સુધી 37 લાખ લોકોને રસીનો પ્રથમ અને 17 લાખને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

મયુરી ઝાલા દરજી લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: