24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

SPO ની હત્યા મામલે IGએ યોજી પત્રકાર પરિષદ

  • SPO ની હત્યા મામલે IGએ યોજી પત્રકાર પરિષદ
  • SPO ની હત્યા કરનારાની થઈ ગઈ ઓળખ
  • જૈશ એ મોહમમદના આતંકીઓ સામેલ હોવાની IGએ કરી પુષ્ટિ
  • જૈશના પાકિસ્તાની આતંકી સાથે એક સ્થાનિકની પણ ઓળખ કરી લેવાઈ છે : IG

જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદ ભટ, તેમના પત્ની અને દીકરીની હત્યામાં જૈશ એ મોહમમદના આતંકીઓ સામેલ હોવાની પણ પુષ્ટિ કરી છે. આઈજીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે જૈશના પાકિસ્તાની આતંકી સાથે એક સ્થાનિકની પણ ઓળખ કરી લેવાઈ છે.

કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે એવું જણાવ્યું કે હત્યાના આરોપીઓને હાલ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જલદી તેમનો ખાતમો કરવામાં પણ સફળતા મળશે. આ અગાઉ આઈજી એસપીઓના કુટુંબીજનોને પણ મળ્યા હતા અને તેમને દિલાસો આપ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ અમારા એસપીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.  તેમની પત્ની અને દીકરીએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ આતંકીઓએ તેમના ઉપર પણ ગોળીઓ ચલાવી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમણે દમ તોડ્યો હતો.. જૈશ એ મોહમ્મદના આતંકીઓએ માતાને વળગેલા 10 મહિનાના માસૂમની પણ દયા આવી નહતી. અને તેને પટક્યો હતો. ફૈયાઝની 21 વર્ષની દીકરીનું સોમવારે સારવાર દરમિયાન જ અવસાન થયું હતું. આતંકીઓએ અવંતિપોરા સ્થિત હરિપરિગામમાં આવેલા અધિકારીના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. એકે-47 લઈને આવેલા આતંકીઓએ ભટનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેમના ચહેરા પણ ઢાંકેલા હતા. જેવો ભટે દરવાજો ખોલ્યો કે તેમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: