8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના નિયંત્રણમાં રહેશે તો પીએમ મોદી જશે અમેરિકાના પ્રવાસે

  • કોરોના નિયંત્રણમાં રહેશે તો પીએમ મોદી જશે અમેરિકાના પ્રવાસે
  • યુએનજીએ  ની બેઠક સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા
  • આગમી માસ દરમિયાન લેવામાં આવશે વિદેશ પ્રવાસનો નિર્ણય
  • વર્ષના અંત સુધીમાં બધા નેતાઓની યોજાશે વ્યક્તિગતરૂપે બેઠક

વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાને લઈને અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલ અનુસાર વિદેશ મંત્રાલયના સૂત્રોના કહ્યા મુજબ પીએમ મોદીની યુએસ મુલાકાત અંગે થોડા સમયમાં જ નિર્ણય લેવામાં આવી શકે એમ છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ સંદર્ભે આગામી મહિને સમીક્ષા બેઠક પણ યોજાવાની છે.

વધુમાં આ અંગે મળતી જાણકારી અનુસાર જો કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો વડાપ્રધાનની અમેરિકા મુલાકાત અંગે નિર્ણય લેવામાં આવશે. સત્તાવાર સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર UNGA ની બેઠક સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવના છે, જ્યારે QUAD ની બેઠક સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં યોજાવાની છે. આ બેઠક માટે PM મોદી US ના પ્રવાસ પર જશે કે નહીં તેનો નિર્ણય હજુ આવતા મહીને લેવામાં આવશે. શક્યતા એવી છે કે જો વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જાય છે તો તે વડાપ્રધાન જો બાઈડન સાથે મૂલાકાત પણ કરી શકે છે. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ પણ એવા કેટલાક સંકેત આપ્યા છે કે ભારત અને અમેરિકાના સંબંધોને મજબુત કરવા માટે PM મોદી અમેરિકાની મુલાકાત લઇ શકે છે. નોંધનીય છે કે બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદી સાથે 3 વાર ફોન પર વાત પણ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ  PM મોદી એ G7 સમિતની બેઠકમાં વર્ચ્યુઅલ ભાગ પણ લીધો હતો. PM મોદી અણી અમેરિકાના રાષ્ટ્રપતિ સતત સંપર્કમાં રહે છે. તેમજ તરનજીત સિંહ સંધૂનું પણ કહેવું છે કે ક્વાડની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં બધા નેતાઓ વ્યક્તિગત રૂપે બેઠક કરે. વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં જ અમેરિકાની મુલાકાત લીધી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: