23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

જો બાઈડન બન્યા અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ

  • જો બાઈડન બન્યા અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ
  • કમલા હેરીસ બન્યા પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ
  • શપથ વિધિ સમારોહમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રહ્યા હતા હાજર
  • વડાપ્રધાન મોદીએ જો બાઈડનને પાઠવી શુભેચ્છા

જો બાઈડન અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જો બાઈડનની સાથે પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ શપથ ગ્રહણ કર્યા હતા. તેમના શપથ વિધિ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તેમની પત્ની હિલેરીની સાથે શપથ વિધિ સમારોહમાં પહોંચ્યા હતાં. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ તેમની પત્ની લૌરા બુશ સાથે હાજરી આપી હતી. બરાક ઓબામા અને મિશેલ પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ વિધિ સમારોહમાં હાજર ન રહ્યા હતા. શપથ સમારોહમાં સુરક્ષા ખાતર ૨૫ હજાર જેટલા સુરક્ષા કર્મીઓએ હાજર રહ્યા હતા. રાજધાની વોશિંગ્ટનમાં શપથ વિધિ સમારોહ  યોજાયો હતો. રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ કે, અમે જિંદગીમાં ઘણા પડકારો જોયા છે. અમેરિકામાં બધાને સન્માન મળશે. અમેરિકાની સેના સશક્ત છે. દરેક પડકાર માટે તૈયાર છે. હું અમેરિકાના બધા લોકોનો રાષ્ટ્રપતિ છું. હું તેમનો પણ રાષ્ટ્રપતિ છું જેણે મને મત આપ્યો નથી. હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છું. ભારતના વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડનને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: