- તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં વેર્યો વિનાશ
- ખેડૂતો નાં કેસરનાં બગીચાઓમાં 90 ટકા કેરી ખરી પડી
- ગીર સોમનાથ જિલ્લામાં કરોડોનું થયું નુકશાન
- પૂર્વમંત્રી જસાભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખી કર્યા અવગત
તાઉતે વાવાઝોડા એ ગીર સોમનાથ જિલ્લામાં વિનાશ વેર્યો છે. ઘણા કાચા પાકા મકાનો ધ્વસ્ત થયા છે. ખેડૂતોનાં કેસરનાં બગીચાઓમાં 90 ટકા કેરી ખરી પડી છે. ગીર સોમનાથ જિલ્લામાં કરોડોનું નુકશાન થયું છે ત્યારે પૂર્વ મંત્રી જશાભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખી આ સમગ્ર સ્થિતિથી અવગત કર્યા હતા
તાઉતે વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો છે સમગ્ર ગુજરાતને આ વાવાઝોડાએ ઘમરોળ્યું છે જેમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૦૦૦ કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે ત્યારે વાવાઝોડાને કારણે ગીર સોમનાથ જીલ્લામાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.ખેડૂતો બેહાલ બન્યા છે.માછીમારોને ઘરોમાં અને બોટમાં પણ મોટું નુકસાન થયું છે.સેંકડો નાળિયેરીઓ જમીનદોસ્ત બની છે.ખેડૂતોના ખેતરમાં લણવા માટે તૈયાર પાક અડદ,મગ અને બાજરી સદંતર નિષ્ફળ ગયો છે.આ સમયે ખેડૂતો, માછીમારો તેમજ દરિયાઈ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્તોને તાત્કાલિક સર્વે થઈ યોગ્ય સહાય મળે તે માટે પૂર્વમંત્રી જસાભાઈ બારડે મુખ્યમંત્રીને પત્ર લખી અવગત કર્યા છે.
ભરતસિંહ જાધવ લાઈવ ગુજરાત ન્યુઝ ગીર સોમનાથ