12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથમાં સર્જ્યો વિનાશ

  • તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથમાં સર્જ્યો વિનાશ
  • ગીર સોમનાથ નજીક બે બોટમાં ફસાયા 8 ખલાસીઓ
  • ભીડીયા બંદરમાં ફસાઈ હતી બે ફિશિંગ બોટ  
  • માછીમારો અને કોસ્ટગાર્ડની ટીમ બંદરે પહોંચી મદદે

અરબ સાગરમાંથી ઉઠેલા  તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં વિનાશ વેરી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક આવેલા ભીડીયા બંદરમાં બે ફિશિંગ બોટ દરિયામાં ફસાઈ હતી. જેમાં 8 જેટલા માછીમારો હોવાનું બહાર આવ્યું છે. માછીમારો  સાથેની બોટ દરિયામાં ફસાઈ હોવાની જાણ થતાં સ્થાનિક માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા.

માછીમારો અને કોસ્ટગાર્ડની ટીમ બંદરે પહોંચી છે અને હાલ ફસાયેલા માછીમારોને સાચવી પરત લાવવા માટેની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથ પાસે દરિયો ગાંડોતુર થયો તે સમયે 8 માછીમારો બે બોટમાં સવાર હતા અને તેઓ દરિયામાં ફસાઈ ગયા હતા. જે અંગે સ્થાનિક માછીમારો અને તંત્રને માલુમ થયું હતું. માછીમારોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર, NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી   ખલાસીઓને બચાવવા અભિયાન શરૂ કર્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: