24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમેરિકામાં “ઈડા” વાવાઝોડાનો કહેર

  • અમેરિકામાં “ઈડા” વાવાઝોડાનો કહેર
  • વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં થયા 40 કરતા પણ વધારે લોકોના મોત
  • ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં ઈમરજન્સીની કરાઈ જાહેરાત

અમેરિકાના ન્યૂયોર્ક તથા ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે વરસેલા ભારે વરસાદના કારણે ભારે તબાહી મચી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 40 કરતા પણ વધારે લોકોના અવસાન થયા છે. આ બંને જગ્યાઓએ ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે જ્યારે વાવાઝોડું પણ વધારે ખતરનાક બનીને ન્યૂ ઈંગ્લેન્ડ તરફ આગળ વધી ગયું છે.

ન્યૂયોર્ક શહેરમાં પોલીસે 7 લોકોના અવસાનની પૃષ્ટિ કરી છે જ્યારે ન્યૂજર્સીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ન્યૂયોર્ક એફડીઆર ડ્રાઈવ, મેનહટ્ટની પૂર્વ બાજુએ એક મોટો વિસ્તાર તથા બ્રોંક્સ નદી પાર્કવે બુધવારે મોડી સાંજ સુધી પાણીમાં ડૂબેલા હતા. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સબવે પર મુસાફરી કરી રહેલા લોકો કારોમાં સીટ પર ઉભેલા પણ દેખાઈ રહ્યા છે. બીજા એક વીડિયોમાં રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ પણ કાચ સુધી ડૂબેલી દેખાઈ રહી છે. ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય મોસમ સેવા કાર્યાલયે બુધવારે રાતે પૂરને લઈ એકાએક ઈમરજન્સીની પહેલી ચેતવણી પણ જાહેર કરી હતી. આ ચેતવણી વિશેષ પરિસ્થિતિઓમાં જ જાહેર કરવામાં આવે છે.

ઉપરાંત ન્યૂયોર્ક અને ન્યૂજર્સી એમ બંને જગ્યાએ અનેક ઈમારતોને પણ ઘણું નુકસાન પહોંચ્યુ છે. મૂશળધાર વરસાદના કારણે વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે ઘણા લોકો વીજળીથી વંચિત છે. ન્યુજર્સીમાં લોકોને ચેતવણી જાહેર કરીને પૂર હોય ત્યાં રસ્તાઓથી દૂર રહેવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર વધારે વિકરાળ બનશે તેવી ચેતવણી પણ આપી છે. ન્યૂયોર્કમાં બુધવારે 5 કલાકમાં જ 17.78 સેમી વરસાદ વરસ્યો હતો. જો પ્રમાણની રીતે જોઈએ તો ન્યૂયોર્કમાં 5 કલાકની અંદર લગભગ 1 લાખ 32 હજાર કરોડ લીટર પાણી વરસ્યું. આટલા પાણી થી તો ઓલમ્પિક ગેમ્સમાં વપરાતા સ્વિમિંગ પૂલને 50,000 વખત ભરી શકાય. આખા વિશ્વમાં આટલા ઓછા સમયમાં આટલો વરસાદ વરસે તે પણ રેકોર્ડ કહી શકાય. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આટલો વરસાદ ખૂબ જ મુશ્કેલી સર્જી શકે. એટલું જ નહીં, ન્યૂયોર્ક રાજ્યના નેવાર્ક ખાતે આ દરમિયાન 21.59 સેમી વરસાદ વરસ્યો જે શહેરના ઈતિહાસમાં એક દિવસમાં વરસેલો વરસાદ સૌથી વધારે છે.

=

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: