12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં વૈદિક રીતે હોળીની કરવામાં આવી ઉજવણી

  • મહેમદાવાદ ખાતે સ્થિત સિદ્ધિવિનાયક દેવસ્થાનકમાં કરાઈ હોળીની ઉજવણી
  • ઇકોફ્રેન્ડલી તેમજ ઔષધીય લાકડાનો ઉપયોગ કરી હોળીની કરાઈ ઉજવણી
  • હોળીમાં કપૂર,ગુગળ,ચંદન જેવા ધૂપનો ઉમેરો કરવામાં આવ્યો હતો
  • મોટી સંખ્યામાં લોકોએ લીધો હોળીકા દર્શનનો લાભ

ગત રોજ રાજ્યમાં અનેક જગ્યાઓ કરવામાં આવી હોળી પર્વની ઉજવણી. ત્યારે મહેમદાવાદ ખાતે આવેલ સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં પણ આયુર્વેદિક અને ઉકોફ્રેન્ડલી હોળી બનાવી ઉજવણી કરવામાં આવી હતી. આ ઇકોફ્રેન્ડલી હોળીમાં 1 હજાર મણ લાકડું એટલે કે 20 હજાર કિલો લાકડું વાપરવામાં આવ્યું હતું જેમા આંબો, અરડૂસો, સમળો જેવા અનેક પ્રકારના ઔષધીય લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2100 છાણા ઉમેરવામાં આવ્યા હતા. આ હોળીનો આકાર કમળના ફૂલ જેવો રાખવામાં આવ્યો હતો. હોળીની ઊંચાઈ 21 ફૂટ અને હોળીની ફરતે કલર ફૂલ રંગોળી બનાવવામાં આવી હતી. આ હોળીમાં કપૂર,ગુગળ,ચંદન જેવા ધૂપનો ઉમેરો કરવામાં આવ્યો હતો. 4 દિવસની કામગીરી બાદ હોળીને કમળ જેવો આકાર થી બનાવવામાં આવી હતી.

કિશનસિંહ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ મહેમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: