22 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

હાય રે મોંઘવારી! સપ્તાહ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ

  • સપ્તાહ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ
  • પેટ્રોલ-ડીઝલ એક વર્ષમાં લગભગ 14 રૂપિયા મોંઘુ થયું
  • એલ.પી.જી  સિલિન્ડરમાં  પણ 25 રૂપિયાનો થયો વધારો

આંતરરાષ્ટ્રી બજારમાં છેલ્લા કેટલાક દિવસથી કાચા તેલની કિંમત વધારો થઇ રહ્યો છે. બુધવારે પણ એક ટકાનો વધારો નોંધાયો હતો. તેના એક દિવસ પહેલા બે ટકાનો વધારો નોંધાયો હતો. તેની સીધી અસર આજે સ્થાનિક બજારમાં જોવા મળી છે. ભારતમાં આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થવા પામ્યો છે.

પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતે આમ આદમીનું ટેન્શન વધારી દિધું છે. એક અઠવાડિયા બાદ આજે ફરી સરકારી કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કર્યો છે. આ રીતે જ એલપીજી  સિલિન્ડરની ભાવામાં પણ 25 રૂપિયાનો વધારો થયો છે.આજના ભાવ જોઈએ તો દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 76.83 રૂપિયા લીટર છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમત જારી કરી છે અને ભાવ 25 રૂપિયા પ્રતિ વધી ગયા છે, જયારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા છે. આ પહેલા કોમર્શિયલ LPG સિલિન્ડર (19 KG)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે. તાજેતરમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં LPGની કિંમત 719 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરીમાં દિલ્હીમાં રાંધણ ગેસ 694 રૂપિયામાં મળી રહ્યો હતો. સામાન્ય રીતે ગેસ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસની નવી કિંમતો નિર્ધારિત કરે છે. પરંતુ બજેટ જારી થવાના કારણે આ મહિને 1 તારીખે કિંમતોમાં કોઇ ફેરફાર થયો ન હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીએ વર્ષ 2021-22નું સામન્ય બજેટ રજુ કર્યું હતું. તેણે પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયા પ્રતિ લીટર સેસ લગાવાની જાહેરાત કરી હતી. જોકે, સરકારનું કહેવું છેકે તેનાથી સામન્ય પ્રજા પર કોઇ અસર નહીં પડે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ સવારે છ વાગ્યે સુધારો થાય છે. સવારે છ વાગ્યાથી નવા દર લાગુ થઇ જાય છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલ કમીશન અને અન્ય ટેક્ષનો ઉમેરો કર્યા બાદ તેની કિંમત લગભગ બે ગણી થઇ જાય છે. વિદેશી મુદ્રા દર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું ચાલી રહી છે તેના આધારે પર દરરોજ કિંમતમાં ફેરબદલ થતી રહે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: