33 C
Ahmedabad
Saturday, November 27, 2021
spot_imgspot_img

Latest Posts

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

  • સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા
  • 88 વર્ષની વયે જીવનલીલા સંકેલી
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી
  • સ્વામીજી BAPSના પ્રમુખસ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા
  • રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે
  • કાલથી ભક્તો માટે પાર્થિવ દેહના દર્શન ખુલ્લા મુકાશે
  • સોખડા મંદિરમાં હરિપ્રસાદજીના કરાશે અંતિમ સંસ્કાર

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે અને 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.તેમજ મુખ્યમંત્રી વિજય રુપાણીએ હરીપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મુકાશે.

હરિપ્રસાદ સ્વામીએ દાસના દાસ થઈને જીવવાનાં આપેલાં સુવાક્યોને હરિભક્તોએ જીવનમાં ઉતારી લીધાં વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સાથે વડોદરાને વિશ્વમાં ઓળખ અપાવનારા અને લાખો યુવાનોને સત્યનો માર્ગ ચીંધનાર સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં હરિભક્તોએ વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો છે. વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરિ પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિભક્તો નજરે પડતા હતા. તમામ જગ્યાએ હરિભક્તો એકદમ શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવદેહના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા. હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને સોખડામાં લાવવામાં આવતા હરિભક્તોએ ભારે હૈયે રસ્તામાં જ અંતિમ દર્શન કર્યાં હતા. સોખડામાં હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: