29 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

ધંધુકામાં આવેલું છે ગુજરાતનું એકમાત્ર ઓર્ગેનિક રેસ્ટોરન્ટ ‘મેંમાતું’

  • ધંધુકામાં આવેલું છે ગુજરાતનું એકમાત્ર ઓર્ગેનિક રેસ્ટોરન્ટ ‘મેંમાતું’
  • અમદાવાદથી ૧૧૦ કિલોમીટર દૂર ધંધુકા ભાવનગર રોડ ઉપર આવેલ છે રેસ્ટોરન્ટ
  • સ્પે. લીલા નાળિયેરમાં અખરોટનું બનાવવામાં આવે છે શાક
  • પૌષ્ટિક અને ઓર્ગેનિકનો સમન્વય એટલે મેંમાતું રેસ્ટોરન્ટ
  • રેસ્ટોરન્ટમાં કામ કરવા નથી રાખવામાં આવ્યા કોઈ પગારદાર

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે. અને આજ પ્રતાપે અનેકો રેસ્ટોરન્ટ પોતાની અવનવી વેરાયટી ગ્રાહકોને આપતા હોય છે. જમવાની વાત આવે ત્યારે ઘર જેવું પૌષ્ટિક અને ઓર્ગેનિક એમ બંનેનો સમન્વય અમુક રેસ્ટોરન્ટમાં જ મળતો હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ઓર્ગેનિક રેસ્ટોરન્ટ ‘મેંમાતું’નો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ૧૧૦ કિલોમીટર દૂર ધંધુકા ભાવનગર રોડ ઉપર શરૂ કરવામાં આવ્યું છે. જેની એક વારતો જયાફત માણવી જ રહી.

ગુજરાતની પ્રથમ ઓર્ગેનિક રેસ્ટોરન્ટનું નામ ” મેમાતું  રેસ્ટોરન્ટનું છે. ત્યાંનું જમવાથી શરીર તંદુરસ્ત રહે અને દેશી ઓર્ગેનિક ખાવા મળે તેમ દેશી સ્ટાઇલથી બનાવવામાં આવે છે. સ્પે લીલા નાળિયેરમાં અખરોટનું શાક બનાવવામા આવે છે. મિત્રો  આ રીતે આખા ગુજરાતમાં નાળિયેરમા શાક બનાવવાની પઘ્ધતિ ક્યાંય જોઈ નહીં હોય.૧૧૦ કિલોમીટર દૂર છે ધંધુકા ભાવનગર રોડ ઉપર ગુજરાતી દેશી અને ખૂબ જ અદભુત “મેમાતું” રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટની મુલાકાતે લઇ જમવાનુ જમવું તે લ્હાવો છે. જમવા આવનાર ગ્રહકોનું કહેવું છે કે ઓર્ગેનિક જમવાનું આખા ગુજરાત ક્યાંય પણ જોયું નથી. સ્પેશિયલ ખજુરનું શાક ખુબજ પ્રચલિત બની રહ્યું છે.  લીલા નારિયેળમાંથી બનાવેલ શાક પણ ખૂબ જ ફાયદાકારક નીવડી રહ્યા છે . તો મિત્રો જરૂરથી આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવી જોઈએ. જો ખરેખર ખાવાના શોખીન હોય તેમણે એક વાર તો” મેમાતુંની મુલાકાત લેવી જ જોઈએ. અને ખૂબ જ નવાઈ પમાડે તેવી વાત  એ છે કે આ રેસ્ટોરન્ટમાં કોઈપણ વ્યક્તિ પગારથી નથી.  સ્વયં પોતાના ઘરના સભ્યો જ આ જમવાનું બનાવે છે અને ઘર જેવો સ્વાદ એ પણ ઓર્ગેનિક વેરાયટીમાં જમવામાં આવે છે.

રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ  ધંધુકા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: