12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષા શરૂ

  • કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષા શરૂ
  • 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ આપશે યુનિવર્સિટીની પરીક્ષા
  • પરીક્ષા દરમ્યાન કોરોના ગાઈડલાઈનનું કરવામાં આવશે પાલન
  • એક રૂમમાં 50 ટકાની કેપેસીટી સાથે ગોઠવવામાં આવી છે બેઠક વ્યવસ્થા
  • અસમર્થ વિદ્યાર્થીઓની બીજા તબક્કામાં લેવાશે પરીક્ષા

કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે આજથી ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતકની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આ પરીક્ષામાં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે. કોરોના ગાઈડ લાઈન હેઠળ પરીક્ષા લેવામાં આવશે.

કોરોના ના કેસ વધતા 18 માર્ચથી શરૂ થયેલ પરિક્ષા બંધ રાખવામાં આવી હતી. પણ  PG ની પરીક્ષા નક્કી કરેલ તારીખથી જ શરૂ થઈ છે. અત્યારે રાજ્યમાં કેસ વધી રહ્યા છે પરંતુ  પરિક્ષા લેવી પણ જરૂરી છે જેથી યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઈડ લાઈન નું પાલન કરીને ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરના 100થી પણ વધુ કેન્દ્રો પર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. શુક્રવારે 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ગયાં છે.PG ના અલગ અલગ ક્ષેત્રની પરીક્ષાઓ યોજાઈ રહી છે જે બે તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહિ તે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની બીજી તક પણ આપવામાં આવશે.કોરોના કેસ વધતા તમામ નિયમોના પાલન સાથે પરિક્ષા શરૂ થઈ છે. એક રૂમમાં 50 ટકાની કેપેસીટી સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.ક્લાસરૂમમાં જતાં પહેલાં વિદ્યાર્થીઓ નું થર્મલ ગન વડે સ્ક્રીનીંગ પણ  કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને માસ્ક પહેરવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે અને હાથ પણ સેનીટાઇઝ કરાવવામાં આવી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: