8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ

  • વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજસ્થાન સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
  • આજથી ૨૪ મે સુધી રાજસ્થાનમાં લાગુ કરાયું લોકડાઉન
  • આવશ્ક સેવાઓ સિવાય તમામ સેવાઓ પર મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ 
  • રાજસ્થાનમાં લોકડાઉનને પગલે 14 દિવસ માટે ગુજરાત રાજસ્થાન બોર્ડર કરાઈ સીલ
  • એસ.ટી બસોના પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ
  • RT-PCR નેગેટિવ હોય તેવા લોકોને જ રાજસ્થાનમાં મળશે પ્રવેશ

સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. તેવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધારો  નોંધાઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે આજે એટલે કે 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે. સાથે જ રાજસ્થાન જતા લોકોને RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વધુ માહિતી મુજબ રાજસ્થાનમાં 10 મેથી 24 મે દરમિયાન લોકડાઉન દરમિયાન ઈમરજન્સી તથા જીવન જરૂરિયાતની સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે. લગ્ન, ડીજે, સરઘસ અને પાર્ટી વગેરેથી સંબંધિત કોઈપણ સમારોહને 31 મે સુધી મંજૂરી અપાશે નહીં. ઘરે અથવા કોર્ટ મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે, જેમાં ફક્ત 11 વ્યક્તિઓ સામેલ  રહશે.જેની માહિતી વેબ પોર્ટલ Covidinfo. rajasthan.gov.in પર આપવાની રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: