24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત હાઈકોર્ટ રહેશે બંધ

  • કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત હાઈકોર્ટ રહેશે બંધ
  • હાઈકોર્ટના તમામ વિભાગોમાં કરાશે સેનેટાઈઝ
  • 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટ રહેશે બંધ
  • ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો  નિર્ણય

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાઇકોર્ટ રાજ્ય સરકારને કર્ફ્યું લાદવો જરૂરી હોવાનો નિર્દેશ આપ્યો છે તો બીજીબાજુ સમગ્ર હાઈકોર્ટને ફરી એક વખત સેનેટાઈઝ કરવા માટે સળંગ પાંચ દિવસ હાઈકોર્ટ બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને સરકારી હોસ્પિટલમાં બેડ પણ ફૂલ થઇ ગયા છે.ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફરી એક વખત કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવાનો નિર્દેશ આપતાં હાલની સ્થિતિ જોતાં કર્ફ્યું લાદવાની પણ જરૂરિયાત હોવાનું સૂચન કર્યું છે.

ત્યારે આગામી ૧૦ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી હાઈકોર્ટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સળંગ પાંચ દિવસ સુધી સમગ્ર હાઇકોર્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર હાઇકોર્ટમાં સેનેટાઈઝ કરવા હેતુ ૧૦ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી હાઈકોર્ટ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.હાઇકોર્ટના તમામ વિભાગનું આગામી પાંચ દિવસ સેનેટાઈઝ કરવામાં આવશે. આ પહેલા ગત વર્ષે પણ હાઈકોર્ટના સમગ્ર સંકુલનું સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીયછે કે ૧૦ એપ્રિલે બીજો શનિવાર અને ૧૧ એપ્રિલે રવિવારની રજા છે, જયારે સોમવારે ચાલુ દિવસ છે. જયારે ૧૩ એપ્રિલે ગુડી પડવોની અને ૧૪ એપ્રિલે બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની રજા છે. આમ જોવા જઈએ તો માત્ર એક દિવસ જ હાઈકોર્ટની કાર્યવાહી બંધ રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: