9 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાત હાઇકોર્ટની ગુજરાત સરકારને આકરી ફટકાર

  • ગુજરાત હાઇકોર્ટની ગુજરાત સરકારને આકરી ફટકાર              
  • લોકો ભગવાન ભરોસે : ચીફ જસ્ટીસ
  • કોઈ રાજ્ય સાથે ગુજરાતની તુલના કરવાની જરૂર નથી : હાઇકોર્ટ
  • કોરોનાની સ્થિતિ બેકાબુ છે : હાઇકોર્ટ
  • બે દિવસ યોજાશે વધુ સુનાવણી
  • સરકારના જવાબથી હાઇકોર્ટ સંતુષ્ટ નહિ

રાજ્યમાં કોરોનાના પગલે સ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે. હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે લોકો ભગવાન ભરોસે છે અને કોઈ રાજ્ય સાથે ગુજરાતની તુલના કરવાની જરૂર નથી આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની જ વાત કરવાની રહેશે.

દિન પ્રતિદિન વકરી રહેલા કોરોનાના પગલે સુઓમોટો નોધ લઇ સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટ ગુજરાતની ભાજપ સરકારની સોમવારે આકરી ઝાટકણી કાઢી હતી.હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી કારીયાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં સ્થિતિ બેકાબુ છે.રોજ કોરોનાનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે.સામાન્ય વ્યક્તિનો ટેસ્ટ  કરવામાં પાંચ દિવસ લાગે છે જયારે વીઆઈપીને તરત જ રીપોર્ટ મળી જાય છે.રાજ્યના લોકો હવે ભગવાન ભરોસે છે. બે દિવસ પછી સુનાવણી નિર્ધારિત કર્યા પહેલા હાઇકોર્ટે રાજ્ય સરકારને અમુક સુચન કર્યા હતા.

જે અનુસાર લગ્નવિધિ-અંતિમવિધિ સિવાયનાં કાર્યક્રમ પર રોક લગાવવી અને લગ્નમાં 100ને બદલે 50 લોકોની સંખ્યા કરવા સુચન કર્યું હતું.જ્યારે  અન્ય કાર્યક્રમોમાં 8-10 લોકોથી વધુ લોકો ભેગા ના થાય .

 તેમજ ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા સુચન કર્યું હતું.આ ઉપરાંત ઓફીસ સ્ટાફ 50 ટકા અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી હોવાનો નિર્દેશ આપ્યો હતો.હાઇકોર્ટ ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન જરૂરી છે.બુથ મેનેજમેન્ટની જેમ કોરોના મેનેજમેન્ટ કરો જો કે નાના વેપારીને નુકસાન ના થયા તેનું ધ્યાન રાખો તેમજ હજુ પણ ઘણા સુધારા કરવા જરૂરી છે. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે રાજ્ય સરકારની અમુક નીતિથી અમે ખુશ નથી.આપણે ગુજરાતની તુલના અન્ય કોઈ રાજ્ય સાથે કરવી નથી આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની જ વાત કરવાની રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: