12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે

  • ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સીએમએ કરી મુલાકાત    
  • વડાપ્રધાન મોદી સાથે પણ ભૂપેન્દ્ર પટેલે કરી મુલાકાત
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત
  • મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત
  • પીએમ પાસેથી ભુપેન્દ્ર પટેલ મેળવ્યું માર્ગદર્શન

ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે પહોચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. તેમજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી  માર્ગદર્શન મેળવ્યું હતું. 

ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  સીએમ પદ ના શપથ લીધા બાદ આજે તેઓ દિલ્હીની મુલાકાતે પહોચ્યા હતા.

તેમજ આ દરમિયાન તેઓ તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.

ત્યાર બાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. તેમજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી  માર્ગદર્શન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં રાજકિય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મ્હોર લાગી હતી.

તેમજ  મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી પીએમ મોદી સાથે મુલાકાત હોવાથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે જ મુલાકાત દરમિયાન અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની શુભેચ્છા આપવાની સાથે વર્તમાન તીર્થંકર સિમનધર સ્વામીની મૂર્તિની ભેટ આપી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  વડાપ્રધાન મોદીની મુલાકાત લે તે પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે પણ મુલાકાત લીધી હતી.  તેમજ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે જ પણ મુલાકાત કરશે. આ સાથે જ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ શુભેચ્છા મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે દિલ્લીથી અમદાવાદ પરત  ફર્યા હતા. એક તરફ  આ સ્થિતિમાં ચૂંટણીના ગણતરીના મહિના પહેલા થયા પરિવર્તનને અનેક રીતે જોવાઇ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાતે મહત્વની ગણવામાં આવી રહી છે આ મુલાકાતમાં ગુજરાતના મોડલ અને આગામી ચૂંટણીને લઇને કઇ રીતે રાજ્યમાં શાસન ચલાવવું તે મદ્દે ચર્ચા થઇ શકે છે.

ઉલ્લેખનિય છે કે ગતરોજ  ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદી બહેન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: