12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાત બજેટ 2021: 1 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

  • 1 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
  • ગુજરાત સરકારદ્વારા પણ શરૂ કરી દેવામાં આવી બજેટની તૈયારીઓ
  • પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને કરશે સંબોધિત

1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ (Budget 2021) રજૂ થવાનું છે. જેને લઇ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા પણ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે. 1 માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે.આ સત્ર ઓછામાં ઓછા 24 દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે. વધુ મળતી માહિતી મુજબ પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના પૂર્વ બે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (Madhav Singh Solanki) અને કેશુભાઈ પટેલ (Keshubhai Patel) ને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. તો અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવશે. અંદાજપત્રની માગણીઓ પર 12 દિવસ ચર્ચા થવાની છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર લવ જેહાદ (Love Jihad) સુધારા સહિતના વિધેયકો રજૂ કરશે. સાથે સાથે બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: