24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાત બોર્ડની ઘોરણ ૧૨ની પરીક્ષા પણ રદ્દ

  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત
  • ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા પણ કરાઈ રદ્દ
  • કોરોના મહામારીના પગલે કરાયો નિર્ણય
  • ગઈકાલે વડાપ્રધાન  મોદીએ CBSE ની બોર્ડની પરીક્ષા રદ કરી હતી
  • કેબિનેટ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો  લીધો  નિર્ણય.
  • વડાપ્રધાનના નિર્ણય અનુસાર કરવામાં આવી પરીક્ષા રદ્દ : ચુડાસમા

મંગળવારે ગુજરાત ઘોરણ ૧૨ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરનાર ગુજરાત સરકારે બુધવારે યુ-ટર્ન લઇ સમગ્ર પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. મંગળવારે સાંજે વડાપ્રધાન મોદી દ્વારા સીબીએસઈ ઘોરણ ૧૨ ની પરીક્ષા રદ્દ કરવાની કરાયેલ જાહેરાતના પગલે બુધવારે રાજ્યની મળેલ કેબીનેટ બેઠકમાં ગુજરાત બોર્ડની ઘોરણ ૧૨ની પરીક્ષા પણ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કેબીનેટ બેઠકમાં ઘોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કેબીનેટ બેઠક પૂર્ણ થયા બાદ સ્વર્ણિમ સંકુલ બહાર પત્રકારો સાથે વાત કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે સીબીએસઈ ઘોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેના અનુસંધાને ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડની ઘોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કેબીનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વિધાર્થીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતાં ઘોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે ઘોરણ ૧૦ના રીપીટર્સની પરીક્ષા અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે, જયારે આગામી ૭ જુનથી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષમાં પણ ઓનલાઈન શિક્ષણ પદ્દ્ધતિ અમલમાં રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતમમાં  ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ મંગળવાર બપોરે જાહેર કરવામાં આવ્યો હતો તે અનુસાર ૧ જુલાઈથી વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા શરુ થનાર હતી.પરંતુ મંગળવાર મોડી સાંજે  વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઘોરણ ૧૨ સીબીએસઈની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે ગુજરાત સરકાર પણ ઘોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરેશે તેવી અટકળો મંગળવાર સાંજથી શરુ થઇ ગઈ હતી.જે બુધવાર સાચી ઠરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: