23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કેવડીયા ખાતે યોજાશે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક

  • કેવડીયા ખાતે યોજાશે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક
  • આવતીકાલથી શરુ થશે પ્રદેશ કારોબારી બેઠક
  • કારોબારી બેઠકમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો રહેશે ઉપસ્થિત
  • એસઓયુ અને કેવડિયામાં અવરજવર માટે ઇલેક્ટ્રિક કારનો જ કરવો પડશે ઉપયોગ

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જીતનો સિલસિલો જાળવી રાખવાના અભિયાનનો રોડ મેપ નક્કી કરવા માટે આવતીકાલથી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે યોજાશે.જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.

ત્રિદિવસીય કારોબારી બેઠકમાં કોરોના માર્ગદર્શિકા અને વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત શહેર બનાવવાની નેમને ધ્યાનમાં રાખીને બેઠકમાં હાજર રહેનાર મંત્રીઓ અને તમામ પદાધિકારીઓને, બસ કે ટ્રેનમાં જ આવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ પદ હેઠળ બીજી વખત પ્રદેશ કારોબારી બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સીધા હેલીકોપ્ટરથી થકી કેવડીયા પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. પ્રદેશ કારોબારીના અંતિમ દિવસે  3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન પ્રચાર કેવી રીતે કરવો અને ભાજપના તમામ સભ્યોએ સોશિયલ મીડિયામાં કેવી રીતે એક્ટિવ રહેવું અને ચૂંટણી સુધી વ્યૂહરચના કરીને 27 વર્ષોની સત્તા વિરોધીતાને મતોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. આ અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત, લોકોની વચ્ચે જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા સિવાય, જો કોરોનાની બીજી લહેરમાં ક્યાંય પણ વહીવટની અછત હોય, તો તેને કેવી રીતે દૂર કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: