12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

બકરી ઈદના અવસર પર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

  • દેશભરમાં ઉજવાઈ રહ્યો છે બકરી ઈદનો તહેવાર
  • બકરી ઈદના અવસર પર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા
  • સામૂહિક સહાનુભૂતિ, સંવાદિતા અને સેવામાં સમાવેશની ભાવનાને આગળ વધારો. : મોદી

ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા વડાપ્રધાન મોદીએ તમામ મુસ્લિમોને આ તહેવારના અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ એ કોરોનાના ફેલાવાને રોકવા માટેનાં પગલાઓ અપનાવીને આ ભયંકર મહામારી વિરુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લેવાની વિનંતી કરી હતી.

બકરી ઈદનાં તહેવાર પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વીટ કરીને લખ્યું કે, આ ઉત્સવ એકતા તથા બંધુત્વ માટે પ્રેમ અને બલિદાનની ભાવના માટે આદર વ્યક્ત કરવાનો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને લખ્યું છે કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક! ઇદ-ઉઝ-ઝુહા પ્રેમ, બલિદાન અને બલિદાનની ભાવનાને માન આપવા અને એક સમાવિષ્ટ સમાજમાં એકતા અને ભાઈચારો માટે સાથે મળીને કામ કરવાનો ઉત્સવ છે. ચાલો આપણે કોરોના સામે નિવારક પગલાં અપનાવીને સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ લઈએ. વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ઈદ મુબારક!ઈદ-ઉલ-અધાનું શુભકામનાઓ. આ દિવસે વધુ સારાની સેવામાં સામૂહિક સહાનુભૂતિ, સંવાદિતા અને સર્વસામાન્યતાની ભાવનાને આગળ વધારો . ઇસ્લામી માન્યતા મુજબ , હઝરત ઇબ્રાહિમ આ દિવસે ખુદાનાં હુકમ પર તેમના પુત્ર હઝરત ઇસ્માઇલનું બલિદાન આપવા જઇ રહ્યા હતા, ત્યારે જ અલ્લાહે તેમના પુત્રને જીવનદાન આપ્યુ હતુ, આ તહેવારની ઉજવણી તેમની યાદમાં ઉજવવામાં આવે છે. બલિદાનનું માંસ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. તેમાંથી એક ભાગ ગરીબોને આપવામાં આવે છે જ્યારે બીજો ભાગ મિત્રો તથા સંબંધીઓને આપવામાં આવે છે. વળી, ત્રીજો ભાગ પરિવાર માટે રાખવામાં આવે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: