24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

20 નવા ધન્વન્તરી રથને અપાઈ લીલી ઝંડી

  • 20 નવા ધન્વંતરી રથને અપાઈ લીલી ઝંડી
  • નવા 20 આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા ૫૪ થઈ
  • જી.પી.એસ. સિસ્ટમ, લેપટોપ અને ઇન્ટરનેટ કનેકટીવિટી ધરાવે ધન્વંતરી રથ
  • કોરોના કાળમાં 2,94,525 વ્યક્તિને આરોગ્ય રથનો લાભ પ્રાપ્ત થયો

૨૦ નવા ધનવંતરી રથને આપવામાં આવેલ લીલી ઝંડીના અવસરે મુખ્યમંત્રી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતુ કે ધન્વંતરી આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં ઉમેરો કરશે. નવા 20 આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા ૫૪ થઈ  છે ત્યારે એક ધન્વંતરી રથમાં  પાંચ આરોગ્યકર્મીઓ, જી.પી.એસ. સિસ્ટમ, લેપટોપ અને ઇન્ટરનેટ કનેકટીવિટી  છે જેનો બહોળો લાભ લોકોને મળી રહ્યો છે. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ધારાસભ્ય જગદીશ પંચાલ, પ્રદીપ પરમાર, શ્રમ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા સહિતના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે લોકડાઉનની દિશામાં જઈ પણ રહ્યા નથી. રાજ્યના કેટલાક ગામડા-નગરોમાં લોકો અને વ્યાપારી સંગઠનો સ્થાનિક પરિસ્થિતિને આધારે સ્વયંભૂ બંધ પાળે છે તે આવકારદાયક છે.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. હાલમાં જ ગુજરાતને બીજા પંદર લાખ ડોઝ મળ્યા છે અને આગામી રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે બીજા ડોઝ પણ મળશે તેમ ઉમેર્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, 20 નવા ધન્વંતરી આરોગ્ય રથ અમદાવાદના બોપલ, બાવળા, ચાંદખેડા, ગાંધીનગર શહેર, સુરતના કડોદરા અને કિમ, વડોદરાના ફતેગંજ અને શહેર,ગોંડલ, રાજકોટ, દાહોદ, પોરબંદર, અમરેલી, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાં સેવા આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોના કાળમાં 2,94,525 વ્યક્તિને આરોગ્ય રથનો લાભ પ્રાપ્ત થયો છે. નવા 20 આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા ૫૪ થઈ છે. આરોગ્ય રથના પ્રસ્થાન બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા સમયે રાજ્ય સરકાર આરોગ્ય સુવિધાઓને વધારવા અને સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત સરકારે છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં 15000 બેડ, 3100 ઇન્ટેન્સિવ કેર યુનિટ, 6700 ઓક્સિજન સાથેના બેડ અને 965 વેન્ટિલેટર ઉમેર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ચાર મહાનગરોમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે લોકો અનાવશ્યક કારણોથી ઘરની બહાર ન નીકળે અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે. સરકારે માસ્ક પહેરવાના નિયમોની કડક અમલવારી માટેના નિર્દેશ આપ્યા છે. આજે પ્રસ્થાન કરાયેલા ધન્વંતરી આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં ઉમેરો કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, એક ધન્વંતરી રથ પાંચ આરોગ્ય કર્મીઓ, જી.પી.એસ. સિસ્ટમ, લેપટોપ અને ઇન્ટરનેટ કનેકટીવિટી  ધરાવે છે જેના પગલે આરોગ્ય રથ આરોગ્ય વિભાગને સેન્ટ્રલાઈઝ ડેટા ઉપલબ્ધ કરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.  આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ધારાસભ્ય જગદીશ પંચાલ, પ્રદીપ પરમાર, શ્રમ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા સહિતના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેમેરામેન સચિન પઢીયાર સાથે રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: