24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

જર્મનીએ ભારતમાં મોકલ્યા બે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ

  • દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ
  • જર્મનીએ ભારતમાં મોકલ્યા બે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ
  • એક અમદાવાદ અને બીજો દિલ્હીમાં શરુ કરવામાં આવશે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ
  • અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે લગાડવામાં આવશે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ

કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણી જ ભયજનક  સાબિત થઈ રહી છે. તેમજ આ બીજી લહેર સાથે  દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો  છે. જેના કારણે મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે.  ઓક્સીજન ની જરૂરીયાત સાથે  દેશમાં ઓક્સિજનની અછત પણ વર્તાઈ રહી છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે દુનિયાના અનેક દેશોએ ભારતને મદદ કરવાનું શરુ કર્યું. આ વચ્ચે જર્મનીએ 2 અદ્યતન ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ભારતમાં મોકલ્યા છે. આ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે. આ 2 ઓક્સિજન જનરેટર પ્લાન્ટમાંથી એક દિલ્હીમાં શરૂ કરવામાં આવશે અને બીજો પ્લાન્ટ અમદાવાદની SVP હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે.

દેશમાં વર્તાઈ રહેલી ઓક્સીજન ની અછત સામે અન્ય દેશોની જેમ જર્મની  પણ ભારતની મદદે આગળ આવ્યું છે. વધુ માહિતી અનુસાર  જર્મની દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ જર્મનીના એરફોર્સના વિશાળ ટ્રાન્સપોર્ટેશન પ્લેન A 400M મારફતે 2 રાઉન્ડ દ્વારા દિલ્હી પહોચાડવામાં આવ્યા છે. આ ઓક્સિજનની ખાસિયત છે કે આ ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલમાંના કેમ્પસમાં જ લગાવાના હોય છે. વધુ માહિતી અનુસાર પ્રતિદિન 4 લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે તેવા અદ્યતન પ્લાન્ટ છે.સાથે જ  આ પ્લાન્ટને કોઈ રિફીલિંગની જરૂર નથી.માહિતી અનુસાર  આ ઓક્સીજન પ્લાન્ટનું ઈન્સ્ટોલેશનનું કામ યુદ્ધના ધોરણે દિલ્હીમાં થઈ રહ્યું છે અને બીજા પ્લાન્ટને અમદાવાદ માટે લાવવા માટે ટીમ ત્યાંથી રવાના પણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની  આવી કપરી પરિસ્થિતિમાં ઘણા ભારત ને દુનિયાના અન્ય દેશમાંથી મદદ મળી રહી છે. જેમાં અમેરિકા, UK, ફ્રાન્સ, જર્મની, આયરર્લેન્ડ, થાઈલેન્ડ, સીગાપુર, દુબઇ, કુવૈત, રશિયા,સાઉદી અરબ, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઇટલી, UAE અને સ્વીઝરલેન્ડ વગેરે દેશમાંથી પણ મદદ આવી છે. અને હજી પણ અન્ય દેશ મદદ કરી રહ્યા છે. ભારતે પણ ગત વર્ષે ઘણા દેશને દવા અને ઈન્જેકશન મોકલીને મદદ કરી હતી. આ વખતે પણ ઘણા દેશમાં વેક્સિનનો જથ્થો મોકલ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: