23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

૩ ઓક્ટોબરે યોજાશે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી

  • ગાંધીનગર મનપાની ૩ ઓક્ટોબરે યોજાશે ચૂંટણી
  • કોરોનાની બીજી લહેરના પગલે રદ્દ રખાય હતી ગાંધીનગરની ચૂંટણી
  • મનપા સહિત અલગ અલગ ખાલી પડેલી જગ્યાઓ માટે ચુંટણી જાહેર
  • પાંચ ઓક્ટોબરે યોજાશે મતગણતરી
  • બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકાની ઓખા નગરપાલિકાની પણ યોજાશે ચૂંટણી

કોરોના મહામારીની બીજી લહેરના પગલે મોકૂફ રાખવામાં આવેલ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ફરી યોજાવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે સોમવારે કરી હતી.આગામી ૩ ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકા સહિત બે નગર પાલિકા તેમજ અલગ અલગ ખાલી પડેલી જગ્યાઓ પર યોજાશે.જેની મતગણતરી ૫ ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

કોરોનાની બીજી લહેરના પગલે મુલતવી રાખવામાં આવેલ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી આગામી ૩ ઓક્ટોબરના રોજ યોજાશે.રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે આગામી ૩ ઓક્ટોબરે ગાંધીનગર મહાનગર પાલિકા તેમજ બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકાની ઓખા નગર પાલિકાની ચૂંટણી યોજાશે.આ ઉપરાંત રાજ્યની વિવિધ મહાનગર પાલિકા તેમજ જીલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ખાલી પડેલ જગ્યાઓ પર પેટા ચૂંટણી યોજાશે.જયારે મત ગણતરી ૫ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.આ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલિકાના બે વોર્ડ ૩,૪૫ ની એક એક બેઠક અને જુનાગઢ મહાનગર પાલિકાના વોર્ડ ૮ ની એક બેઠક પર પણ યોજાશે ચૂંટણી. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલ કાર્યક્રમ અનુસાર ૧૮ સપ્ટેમ્બર ઉમેદવાર પત્ર ભરવાની અંતિમ તારીખ છે.જયારે ૨૦ સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ચકાસવામાં આવશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૧ સપ્ટેમ્બર રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: