24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

યુપીના બારાબંકીમાં સર્જાયો ગમખ્વાર માર્ગ અકસ્માત

  • યુપીના બારાબંકીમાં સર્જાયો ગમખ્વાર માર્ગ અકસ્માત
  • ટ્રેલરે બસને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત
  • બિહાર જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારતા એક મહિલા સહિત 18ના મોત
  • અકસ્માતનો મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી આશંકા 

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મંગળવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં લખનઉ-અયોધ્યા હાઈવે પર રસ્તાની બાજુ પાર્ક કરેલી બસને પૂરઝડપે આવેલા એક ટ્રેલર અથડાયું હતું. અકસ્માતમાં બસમાં સવાર અને એની નીચે સૂતા મુસાફરો ઝપેટમાં આવી ગયા હતા

આ અકસ્માત બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. એમાં સવાર 150 મુસાફર હતા. ખરેખર, એક બસ રસ્તામાં બગડી હતી, જેનાનો મુસાફરો પણ આ બસમાં આવી ગયા હતા. બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની એક્સેલ તૂટી ગઈ હતી, તેથી ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી દીધી હતી. આ પછી મુસાફરો નીચે ઊતર્યા હતા. કેટલાક મુસાફરો બસની નીચે તેમજ કેટલાક બસની આસપાસ સૂઈ ગયા હતા. એ દરમિયાન મોડી રાત્રે સાડાઅગિયાર વાગ્યે લખનઉ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બાકીના પુરુષ છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 10 લોકોને ટ્રોમા સેન્ટર લખનઉ રિફર કરાયા છે. બાકીના 7 લોકોનાં મોત હોસ્પિટલ લઈ જતાં થયાં હતાં. બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી.આસપાસના લોકોએ પોલીસને જાણ કરી રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે રામસાનેહીઘાટ સીએચસી લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને 10 લોકોને લખનઉ ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે. સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને હાઈવે પરથી દૂર કર્યા હતા. એ દરમિયાન ભારે વરસાદ શરૂ થયો હતો અને જેથી બચાવકાર્યમાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી.અકસ્માત થતાં ટ્રેલરનો ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો, જ્યારે ઘટના બાદ હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. આને કારણે લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ રહ્યો હતો. અકસ્માત પીડિતોએ કહ્યું હતું કે બસમાં સવાર તમામ મુસાફરો બિહારના સીતામઢી, સુપૌલ સહિત અલગ-અલગ જિલ્લાના રહેવાસી હતા.આ ઘટના બાદ લખનઉ ઝોનના એડીજી એસ.એન.સાબત બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે અકસ્માત અંગે પૂછપરછ કરી. તેમણે જણાવ્યું હતું કે બસ લગભગ 4 કલાકથી પુલ પર ઊભી હતી. બસની એક્સેલ તૂટી ગઈ હતી. અકસ્માતનું કારણ ઓછી વિઝિબિલિટી હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ હાઈવે પર પેટ્રોલિંગ કરતા જવાનોની નજર બસ પર કેમ પડી ન હતી, એની તપાસ કરવામાં આવી રહી છે.આ અકસ્માતનો મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી આશંકા સેવાઈ રહી છે. અકસ્માત બાદ જેસીબી દ્વારા રેસ્ક્યુ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ તેમણે જિલ્લા પ્રશાસનને ઘાયલોની મફતમાં સારવાર કરવા નિર્દેશ પણ આપ્યો હતો. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: