- અફઘાનની પશ્ચિમમાં આવેલા હેરાત પ્રાંતમાં બની આગની ઘટના
- ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટથી 500થી વધુ ટ્રકમાં લાગી આગ
- આગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં દાખલ કરાયા
અફઘાનિસ્તાનની પશ્ચિમમાં આવેલા હેરાત પ્રાંતમાં ઇરાનની સરહદે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેની ચપેટમાં કુદરતી ગેસ અને ફ્યુઅલ લઇ જતાં ૫૦૦ ટ્રક આવી ગયા હતાં તેમજ આ અંગે અફઘાનના અધિકારીઓ અને ઇરાનના સરકારી હેરાત પ્રાંતના ગવર્નર વાહિદ કતાલીના જણાવ્યા મુજબ હજુ સુધી આ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અફઘાનિસ્તાને આગને કાબૂમાં લેવા માટે ઇરાનના ફાયર ફાઇટરની પણ મદદ માંગી છે. હેરાતની રિજિયોનલ હોસ્પિટલના પ્રવક્તા રફીક શિરઝીના જણાવ્યા અનુસાર આગની તીવ્રતા એટલી વધારે હતી કે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી.તેમજ આ અંગે વધુ મળતી માહિતી મુજબ આગમાં સાત લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.