23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

1 ફેબ્રુઆરીથી 4 મહાનગરોમાંથી હટાવાઈ શકે છે રાત્રી કરફ્યું

  • રાત્રી કરફ્યું માંથી ગુજરાતને મળી શકે છે મુક્તિ
  • ૧ ફેબ્રુઆરીથી ૪ મેટ્રો શહેરમાંથી હટાવાશે રાત્રી કરફ્યું
  • ચારેય શહેરોમાં મહાનગર પાલિકાની ચૂંટણી હોવાથી હટાવાશે કરફ્યું
  • કોરોના સંક્રમણના કારણે અમલી બનાવાયો હતો રાત્રી કરફ્યું

શનિવારે રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દીઘી છે. જેમાં રાજ્યના ચાર મેટ્રો શહેર અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટની મહાનગર પાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે.ત્યારે આ ચારેય શહેરોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે અમલી બનાવેલ રાત્રી કર્ફ્યું હટાવી દેવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે જો રાત્રે કફર્યુ યથાવત રાખવામાં આવે તો ચૂંટણીનો માહોલ જામે નહીં.

સચિવાલય સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ,રાજકોટ,વડોદરા અને સુરતની મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ ચારેય મહાનગર પાલિકાની ચૂંટણી માટેના પ્રચારમાં રાત્રી કર્ફ્યું અવરોધ બની શકે છે. જેથી ચૂંટણીમાં રાજકીય પક્ષો પ્રચાર કરી શકે તે માટે અમલી રાત્રી કર્ફ્યું હટાવી લેવામાં આવે અથવા તો તેમાં મોટા પ્રમાણમાં છૂટછાટ આપવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે. ત્યારે હવે ચૂંટણી જાહેર થઇ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર રાત્રી કર્ફ્યું હટાવવાનો નિર્ણય આગામી બુધવારે યોજાનારી નિયમિત કેબીનેટ બેઠકમાં કરે કરે તેવી શક્યતા છે. છેલ્લાં દોઢ મહિનાથી અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યું અમલી છે.પહેલા રાતે ૯ થી સવારના ૬ કલાક સુધી કર્ફ્યું અમલમાં હતો જેમાં  ઉત્તરાયણ પહેલા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને કર્ફ્યું રાતે ૯ કલાકના બદલે ૧૦ કલાકથી સવારના ૬ કલાક સુધી અમલી બનાવવામાં આવ્યો હતો.ત્યારે હવે ચુંટણી જાહેર થઇ ગઈ છે ત્યારે રાત્રી કર્ફ્યું અમલી રહે તો ચૂંટણીનો માહોલ જામે નહિ તેને ધ્યાનમાં રાખીને અનેક ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ પોતપોતાના પ્રદેશ નેતાઓ સમક્ષ રાત્રી કર્ફ્યું હટાવવા માટે રજૂઆત કરી હોવાનું પણ સ્થાનિક કાર્યકરો જણાવી રહ્યા છે. નોધનીય છે કે ઉત્તરાયણ બાદ ૧૬ જાન્યુઆરીએ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના વતન રાજકોટમાં કહ્યું હતું કે આગામી ૧૫ દિવસ સુધી ચારેય શહેરોમાં રાત્રી કર્ફ્યું યથાવત ચાલુ રહેશે એટલે કે ૩૧ જાન્યુઆરી સુધી કરફ્યુ અમલી જ રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: