24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

સુરતના કાપોદ્રા ખાતે પ્રવાસી સુરક્ષા મંચ દ્વારા વિના મૂલ્યે અનાજ કીટનું વિતરણ કરાયું

  • ગરીબ અને મધ્યમ વર્ગોય લોકોને અનાજ કીટનું વિના મૂલ્યે વિતરણ કરાયું
  • પ્રવાસી સુરક્ષા મંચ દ્વારા વિના મૂલ્યે અનાજ કીટનું કરાયું વિતરણ
  • પ્રવાસી સુરક્ષા મંચ દ્વારા અત્યાર સુધી 3000 કીટનું કરાયું વિતરણ
  • ગરીબ લોકોને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી અપાઈ અનાજ કીટ

સુરતમાં કોરોનાની મહામારીને પગલે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની આર્થિક હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી છે.. હાલ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ કરવા માટે આદેશ કર્યા છે. તેવામાં રોજનું કમાઈ રોજ ખાનારા લોકોની હાલત કફોડી બની છે.. તેવામાં સુરતના પ્રવાસી સુરક્ષા મંચ તેમજ આજીવિકા બ્યુરો સંગઠન દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહિયોગથી કાપોદ્રા ખાતે આવેલ રામનગર વસાહત ખાતે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ખરાઈ કરી અનાજની કીટ આપવામાં આવી હતી. આ અનાજની કીટમા એક મહિનો ચાલે એટલો સમાન અપાયો છે. જેમાં ઘઉંનો લોટ, દાળ, ચોખા, ખાંડ,ચા – તેલ વગેરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સમાવેશ કરાયો છે.. અત્યાર સુધી સુરતના વિવિધ વિસ્તારમા ત્રણ હજાર જેટલી અનાજ કીટનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. અને હજુપણ વિતરણ યથાવત રાખવામાં આવશે.

નરેશ સીમરણ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: