23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના શાહીબાગમાં આવેલ નીખીલ એન્ટરપ્રાઈઝ ફર્મ સાથે કરાઈ લાખોની ઠગાઈ

  • અમદાવાદના શાહીબાગમાં આવેલ નીખીલ એન્ટરપ્રાઈઝ ફર્મ સાથે કરાઈ લાખોની ઠગાઈ
  • આરટીજીએસને ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારીઓ દ્વારા બારોબાર બીજા એકાઉન્ટમાં કરાયું ટ્રાન્સફર
  • એન.બી ટ્રેડીંગને બદલે વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના એકાઉન્ટમાં રૂપિયા કરાયા ટ્રાન્સફર
  • વિશ્વ હિન્દુસ્તાની સંગઠનનો અધ્યક્ષ છે ભેજાબાજ આદિત્ય રાવલ
  • ઠગાઈના માસ્ટર માઈન્ડ આદિત્ય રાવલ વિરુદ્ધ થઇ ચુકી છે અનેકો ફરીઆદ
  • માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

બેન્કમાં કરવામાં આવેલ ટ્રાન્જેકશનમાં સહી બદલાઈ જાય અને બીજાના એકાઉન્ટમાં સીધા જ રૂપિયા અને એ પણ ૩૬ લાખ જેટલી રકમ ટ્રાન્સફર થઇ જાયતો….? જી હા આવો જ કિસ્સો અમદાવાદના શાહીબાગમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં દિવ્યા ઠાકુર અને પ્રભાત સોમાણી સાથે ઠગાઈ કરાઈ હોવાનું સામે છે. જેઓ શાહીબાગ ખાતે નીખીલ એન્ટરપ્રાઈઝ નામની ફર્મ ધરાવે છે. જેમના દ્વારા એન.બી ટ્રેડીંગને રૂપિયા ટ્રાન્સફર કરવા ઇન્ડસઇન્ડ બેંકમાં આરટીજીએસ કર્યું હોવા છતાં એન.બી ટ્રેડીંગને બદલે વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. હાલતો આ ફ્રોડ મામલે માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.    

ગુજરાતમાં ફ્રોડ સાથે છેતરપીંડીની કિસ્સાઓ વ્યાપક પ્રમાણમાં વધવા પામ્યા છે. નાગરીકોની સાથે કેટલાય વેપારીઓને પણ આવા ફ્રોડમાં ફસાઈને લાખો, કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. ફરિયાદ થાય અને યોગ્ય જગ્યાએ થાય ત્યારે જ ભોગ બનનારને સાચો ન્યાય મળી શકે છે. કેટલાય એવા નાગરીકો છે જે ફ્રોડનો શિકાર બન્યા બાદ તેમને પોતાની મહેનતના અને પરિશ્રમના રૂપિયા પાછા મેળવતા રાતા પાણીએ રોવાનો વારો આવે છે. અનેકો ફ્રોડની ફરિયાદો મધ્યે અમદાવાદના શાહીબાગથી વધુ એક ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યોગ્ય જગ્યાએ યોગ્ય પાર્ટીને આર.ટી.જી.એસ કર્યું હોવાછતાં ઇન્ડસઇન્ડ બેંક દ્વારા એન.બી ટ્રેડીંગને બદલે વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં દિવ્યા ઠાકુર અને પ્રભાત સોમાણી સાથે ઠગાઈ કરવામાં આવી છે. જેઓ શાહીબાગ ખાતે નીખીલ એન્ટરપ્રાઈઝ ફર્મ ધરાવે છે. તેમના દ્વારા એન.બી ટ્રેડીંગને રૂપિયા ટ્રાન્સફર કરવા આર.ટી.જી.એસ કર્યું હોવા છતાં એન.બી ટ્રેડીંગને બદલે વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. બેન્કને આ અંગે રજૂઆત કરી હોવા છતાં બેન્કના કર્મચારીઓ દ્વારા ફ્રોડ કરી રૂપિયા ૩૬ લાખ જેટલી માતબર રકમ આદિત્ય રાવલ કે જેઓ વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના અધ્યક્ષ છે.

તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા નીખીલ એન્ટરપ્રાઈઝ દ્વારા કાયદાકીય રીતે ફરિયાદ કરવામાં આવી છે. હાલતો માધુપુરા પોલીસ ખાતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ આદિત્ય રાવલ કે જેની વિરુધ્ધમાં અનેકો છેતરપીંડી સહિતની ફરિયાદો નોંધાઈ ચુકી છે, અનેક લોકો ભોગ બની ચુક્યા છે. ત્યારે હવે આ કૌભાંડી આદિત્ય રાવલ વિરુદ્ધ માધુપુરા પોલીસ કઈ રીતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભોગ બનનારને ન્યાય અપાવે છે.. તે તો આવનારો સમય જ બતાવશે.

કેમેરામેન સચિન પઢિયાર સાથે રવિ રાઠોડ લાઇવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: