24 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયો TMCમાં સામેલ

  • તૃણમુલ કોંગ્રેસમાં બાબુલ સુપ્રીયોની ઘર વાપસી
  • પશ્ચિમ બંગાળમાં ભાજપને આપ્યો બીજો એક ઝટકો
  • નવા મંત્રી મંડળમાં પડતા મુકાતા બાબુલ સુપ્રિયો થયા ભાજપથી નારાજ
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયો થયા ટીએમસીમાં સામેલ

મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની હાજરીમાં ભાજપના બાબુલ સુપ્રિયો ટીએમસી માં સામેલ થયા છે. બાબુલ સુપ્રિયોના પાર્ટીમાં સામેલ થવા પર ટીએમસી તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, TMC ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી તથા રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા વર્તમાન સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં સામેલ થઇ ગયા છે.

ટીએમસીએ ભાવપૂર્વક જણાવ્યું કે બાબુલ સુપ્રીયોનું અમારી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.અત્રે નોંધનીય છે કે, જુલાઇ મહીનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા બંગાલમાં ભાજપના વરિષ્ટ નેતાઓમાં પ્રખ્યાત રહેલા બાબુલ સુપ્રિયોએ રાજનીતિને અલવિદા પણ કહી દીધી હતી. તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને એવું કહ્યું હતું કે, ‘તેઓ રાજનીતિમાં માત્રને માત્ર સમાજ સેવા માટે આવ્યાં હતાં. હવે તેઓએ પોતાનો રસ્તો બદલવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.’અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, જુલાઇ મહિનામાં જ્યારે તેઓએ રાજકારણમાંથી સન્યાસ લેવાની વાત જણાવી હતી ત્યારે તેઓએ એવું કહ્યું હતું કે, લોકોની સેવા કરવા માટે રાજકારણમાં રહેવાની કોઈ આવશ્યકતા નથી. રાજકારણથી અલગ થઇને પણ એક વ્યક્તિ પોતાનો હેતુ પૂર્ણ કરી શકે છે.તેમની તરફથી મૂકવામાં આવેલી પોસ્ટમાં પ્રથમ વાર આ વાત પર આટલો ભાર મૂકવામાં આવ્યો હતો કે તેઓ હંમેશા ભાજપમાં ભાગીદાર છે અને રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘તેઓ ટીએમસી અથવા કોઈ પણ બીજી પાર્ટીમાં સામેલ નહીં થાય. પરંતુ હવે તેઓની આ પોસ્ટને બીજી વાર અપડેટ કરવામાં આવી છે અને તેઓએ આ કડીને હટાવી દીધી છે એવામાં હવે લગભગ દોઢ મહીનો વીત્યા પછી તેઓ TMC માં સામેલ થઇ ગયા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: