12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોનાની ઝપેટમાં

  • પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ થયા કોરોના પોઝિટિવ
  • મનમોહન સિંહને  દિલ્હીની  એઈમ્સ હોસ્પિટલમાં કરાયા દાખલ
  • 4 માર્ચે મનમોહન સિંહ અને તેમની પત્ની લીધી હતી કોરોના વેક્સીન

ભારતના કોરોના નો કહેર દિવસે ને દિવસે વર્તાઈ રહ્યો છે. દેશમાં તમામ દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ગતરોજ ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોના ચેપ લાગ્યો છે. તેમને ગઈકાલે સાંજે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે  4 માર્ચે મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરશરણ કૌરે એઈમ્સની મુલાકાત લઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમજ એક દિવસ અગાઉ  જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના રોગચાળાને હરાવવા 5 સલાહ આપી હતી. તેમણે કેન્દ્ર સરકાર પાસે રસીકરણ વધારવાની માંગ કરી છે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: