26 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

ગોવાના પૂર્વ સીએમનુ કોંગ્રેસમાંથી રાજીનામું

  • ગોવાના પૂર્વ સીએમનુ કોંગ્રેસમાંથી રાજીનામું
  • કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ
  • રવિ નાઈક દેવેન્દ્ર ફડનવિસની હાજરીમાં ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા
  • રવિ નાઈકના બે પુત્રો ગયા વર્ષે થયા હતા ભાજપમાં સામેલ

ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. અને નાઈક ભાજપમાં સામેલ થશે તેવી અટકળો છે.જોકે રવિ નાઈકે પોતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પહેલા ઓકટોબર મહિનામાં પણ ગોવાના પૂર્વ સીએમ લુઈજિન્હો ફલેરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મમતા બેનરજીની ટીએમસી પાર્ટી જોઈન કરી હતી. નાઈકના રાજીનામાની સાથે જ 40 સભ્યોની વિધાનસભામાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની સખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ છે.આ પહેલા રવિ નાઈકના બે પુત્રો ગયા વર્ષે ભાજપમાં સામેલ થઈ ચુકયા છે. નાઈક હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ગોવાના ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડનવિસની હાજરીમાં ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. 2017માં જ્યારે ગોવામાં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. જોકે ભાજપે 13 બેઠકો જીતીને બીજી પાર્ટીઓ સાથે જોડાણ કરીને સરકાર બનાવી હતી. 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યોએ એક સાથે પાર્ટી છોડી દીધી હતી. અને હવે કોંગ્રેસના માત્ર ત્રણ ધારાસભ્યો રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: