24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની એનઆઈએ એ કરી ધરપકડ

  • એન્ટિલિયા અને મનસુખ મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક
  • પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની એનઆઈએ એ કરી ધરપકડ
  • એનઆઈએ ઘરે રેડ કરી પ્રદીપ શર્માની અટકાયત
  • પ્રદીપ શર્માને સચિન વઝેના ગુરુ માનવામાં આવે છે

એન્ટિલિયા અને મનસુખ મર્ડર કેસમાં બુધવારે ફરી એક નવો વળાંક આવ્યો છે. છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલા એન્ટેલિયા અને મનસુખ મર્ડર કેસને લઇ અવનવા ખુલાસા થઇ રહ્યા છે ત્યારે ફરી એકવાર નવા વળાંક સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ પૂર્વ ACP એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની અટકાયત કરી છે. શર્માના ઘરે બુધવારે સવારે રેડ થઈ છે અને તેમની ઘરે જ પૂછપરછ થઈ રહી છે.

એન્ટિલિયા અને મનસુખ મર્ડર કેસમાં બુધવારે ફરી એક નવો વળાંક આવ્યો છે. છેલ્લા કેટલાક સમય થી ચાલી રહેલા એન્ટેલિયા અને મનસુખ મર્ડર કેસને લઇ અવનવા ખુલાસા થઇ રહ્યા છે ત્યારે ફરી એકવાર નવા વળાંક સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ પૂર્વ ACP એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની અટકાયત કરી છે. શર્માના ઘરે બુધવારે સવારે રેડ થઈ છે અને તેમની ઘરે જ પૂછપરછ થઈ રહી છે.વધુ મળતી માહિતી મુજબ NIA જાણવા માગે છે કે પ્રદીપ શર્મા, સસ્પેન્ડ કરવામાં આવેલા API સચિન વઝે અને પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદેના સંપર્કમાં હતા કે નહિ. મનસુખ હિરેનની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માના ખાસ રહ્યા છે. આ સાથે જ NIA દ્વારા આ રેડ અંધેરી-ઈસ્ટના ભગવાન ભવન એપાર્ટમેન્ટમાં કરવામાં આવી રહી છે. એક ડઝનથી વધુની સંખ્યામાં NIAના લોકો શર્માના ઘરને શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શર્માના મોબાઈલ ફોન, લેપટોપ સહિત ઘણાં ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સને NIAએ જપ્ત કર્યા છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા શર્મા થાણેની એન્ટી-એક્સટોર્શન સેલમાં રહી ચૂક્યા છે. 90ના દાયકામાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ટીમને અંડરવર્લ્ડની સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેની સાથે  શર્મા એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ બન્યા. પ્રદીપ શર્મા વિષે વધુ મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશમાં જન્મેલા અને ધુલે(મહારાષ્ટ્ર)માં આવીને વસ્યા હતા. તેમજ પ્રદીપ શર્માએ 35 વર્ષની પોલીસ સર્વિસમાં 112 એન્કાઉન્ટર કર્યા. 100થી વધુ એન્કાઉન્ટર કરનાર તેઓ દેશના પ્રથમ પોલીસકર્મચારી છે. 2019માં તેમણે મહારાષ્ટ્ર પોલીસ વિભાગ છોડી દીધો. એ પછી 2019માં ચૂંટણી લડ્યા. તેઓ પોતાનું NGO પીએસ ફાઉન્ડેશન ચલાવે છે.   

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: