- જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીને કરાયા નજરકેદ
- ઓમર અબ્દુલ્લા અને ફારુખ અબ્દુલ્લા થયા નજરકેદ
- ટ્વીટ કરી નજરકેદ થયા હોવાની આપી જાણકારી
- પુલવામાં હુમલાની આજે છે બીજી વરસી


પુલવામાં થયેલ હુમલાની આજે બીજી વરસી છે. જેને લઇ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા અને તેમના પુત્ર ઓમેર અબ્દુલાને નજર કેદ કરાયા છે. તેઓને શ્રીનગર સ્થિત પોતાના ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર અબ્દુલાએ ટ્વીટ કરીને આ દાવો કર્યો હતો. ઓમર અબ્દુલાએ ટ્વીટ કરી કહ્યું કે ‘ઓગસ્ટ 2019 બાદ આ નવું જમ્મૂ કાશ્મીર છે. અમે કોઇપણ સ્પષ્ટીકરણના પોતાના ઘરમાં બંધ થઇ જઇએ છીએ. આ ખૂબ ખરાબ છે કે તેમણે મારા પિતા જોકે સાંસદ છે અને મને અમારા ઘરમાં બંધ કરી દીધા છે. તેમણે મારી બહેન અને તેમના બાળકોને પણ બંધ કરી દીધા છે.’ સૂત્રોના જણાવ્યા મુજબ ફારૂક અબ્દુલા ગાંદરબલ અને ઓમર અબ્દુલા ગુલમર્ગ જઇ રહ્યા હતા. પરંતુ પુલવામા હુમલાની બીજી વરસી પર આતંકવાદી ખતરાને જોતાં પોલીસે તેમને બહાર નિકળતાં અટકાવ્યા હતા. આતંકવાદી ખતરાને જોતાં પોલીસે ઉમર અબ્દુલ્લાની ઘરની સામે એક મોબાઇલ સિક્યોરિટી વ્હીકલ ઉભું રાખ્યું છે.