12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ફોર્મ

  • મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ફોર્મ
  • કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ વિજય મુહુર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ  
  • અનેક આગેવાનોની હાજરીમાં મામલતદાર કચેરી ખાતે આપ્યું ઉમેદવારી ફોર્મ  

આગામી સમયમાં મોરવા હરફ વિધાનસભા માટે પેટાચુંટણી યોજાવાની છે. ૩૦ માર્ચના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જેથી ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને પસંદ કર્યા છે. મતદારો તેમને સમર્થન આપી જંગી બહુમતીથી જીત અપાવશે તેવો વિશ્વાસ સુરેશભાઈ કટારાએ વ્યક્ત કર્યો હતો.

મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો ગત રોજ છેલ્લો દિવસ હતો. અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. મોરવા હડફ પેટાચૂંટણી માટે સમર્થકો સાથે જઈ સુરેશભાઈએ ચૂંટણી અધિકારીને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું છે. માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ, માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને પસંદ કર્યા છે તો કોંગ્રેસે વર્ષોથી પાયાના કાર્યકર્તા રહેલા સુરેશભાઈ કટારાને મેદાનમાં ઉતાર્યા છે. સુરેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ભાજપ કાવાદાવા અને લોભામણી લાલચો પ્રલોભનો આપી મતદારોને પોતાના તરફ આકર્ષે છે. ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી ચૂંટણીમાં પરિણામો લાવે છે. તેથી મતદારો આદિવાસી સમાજના સાચા નેતાને સમર્થન આપશે તેવો વિશ્વાસ સુરેશભાઈ કટારાએ વ્યક્ત કર્યો હતો. સાથે જ મોરવા હડફ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોવાથી ભાજપે અહીં વિકાસના કામો કર્યા નથી. અને અહીં આજે પણ શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, રોજગારી સહિતના મુદ્દાઓને લઈ પોતે મતદારો પાસે મત માંગવા જશે અને મતદારો તેમને સમર્થન આપી જંગી બહુમતીથી જીત અપાવશે તેવો વિશ્વાસ સુરેશભાઈ કટારાએ વ્યક્ત કર્યો હતો.

  • સિરાજ જરગાલ લાઈવ ગુજરાત ન્યુઝ પંચમહાલ  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: