23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

55 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ લહેરાવ્યો તિરંગો

55 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિએ લહેરાવ્યો તિરંગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની પાઠવી શુભેચ

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

દેશ 72મો રિપબ્લિક ડે મનાવી રહ્યો છે. રાજપથ પર રિપબ્લિક ડેની પરેડ પણ. કોરોનાને કારણે આ વખતે બદલાયેલી લાગી હતી. 55 વર્ષમાં પ્રથમ વખત એવું થયું કે  જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ નહિ હોય. આ પહેલાં ભારતમાં 1952, 1953 અને 1996માં પણ ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.

ગણતંત્ર દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણે સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યાં હતાં. દરેક વખતે ગણતંત્ર દિવસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા  તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન તેમણે ગુજરાતના જામનગરની રોયલ ફેમિલી દ્વારા ગીફટમાં આપેલી પાધડી પહેરી હતી. 72માં ગણતંત્ર દિવસની પરેડનું એક મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશની સૈનિક ટુકડી રહી. તેનું નેતૃત્વ લેફ્ટિનન્ટ કર્નલ મોહમ્મદ શમૂર શાબાને કર્યું. બાંગ્લાદેશની કોઈ સૈનિક ટુકડીએ પ્રથમ વખત આપણા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો છે. આ ટુકડીમાં કુલ 122 જવાન સામેલ છે. આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કરી રહ્યાં હતા.. તેઓ જ પરેડ કમાન્ડર હતા.રિપબ્લિક ડે પરેડમાં પ્રથમ વખત સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ(DBT)નાં ટેબ્લો સામેલ થયા હતા.. તેમજ તેમાં ડિપાર્ટમેન્ટ તરફથી કોરોના વેક્સિન વિશે જણાવવામાં આવ્યું હતું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: